Back

કોંગ્રેસના વિરોદ્ધ પક્ષના નેતાને માત આપીને અમરેલી માં ભગવો લહેરાવતા નારણ કાછડીયા.

જ્યારે ૨૦૧૯ લોકસભાની ૫૪૨ સીટોનું પરિણામ જાહેર થઈ ગયું  છે. જેમા સમગ્ર ભારતમા મોદી લહેર તેમજ ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. અને મોદીની જન્મભુમી અને ભાજપનો ગઢ ગણાતું એટલે ગુજરાત જેમાં કુલ ૨૬ સીટો ઉપર લોકસભાની ચુંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ખાતામાં ૨૬ માથી ૨૬ સીટો પ્રાપ્ત થઈ છે. જેના કારણે સમગ્ર ગુજરાતમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ઠેર-ઠેર ફટાકડા ફોડી, મીઠાઇ ખવારવી, અને ઢોલ-નગારા સાથે વીજેતા ઉમેદવારોનું હાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

અમરેલી લોકસભાની સીટ ઉપર ભાજપના ઉમેદવાર નારણ કાછડીયા નો સામનો કોંગ્રેસના વિરોદ્ધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે થયો હતો. છતાં પણ નારણ કાછડીયાએ પરેશ ધાનાણી સામે બહુમતીથી વિજય હાંસિલ કર્યો છે. નારણ કાછડીયાના પક્ષમાં ૫,૨૯,0૩૫ નોંધાયા હતા. અને ધાનાણી ના પક્ષમાં ૩,૨૭,6૦૪ મતો પડ્યા હતા. અને અમરેલી લોકસભાની બેઠકમાં ફરી વખત ભગવો જોવા મળ્યો છે. 

અમરેલી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..