Back

અમરેલી ખાતે 'સ્ટેટીસ્ટીક ડે' ની ઉજવણી

પદ્મવિભુષણ પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલનોબીસની જન્મ જયંતી ૨૯ જુન "સ્ટેટીસ્ટીક ડે" તરીકે ઉજવાય છે. પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલનોબીસ એક પ્રખર આંકડાશાસ્ત્રી હતા. તેઓ દ્વારા આર્થિક આયોજન તથા આંકડાકીય વિકાસ સંદર્ભે આપેલ અમુલ્ય યોગદાન અંગે લોકોને જાગૃત કરવાના હેતુથી વર્ષે ૨૯, જુનના રોજ ૧૩મા "સ્ટેટીસ્ટીક ડે" ની ઉજવણી “Sustainable Development Goals (SDGs)”ની ખાસ થીમ પર કલેક્ટર કચેરી, અમરેલી ખાતે જિલ્લા વહિવટી તંત્ર અમરેલી દ્વારા કરવામાં આવી હતી.

ઉક્ત ઉજવણીમાં જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીશ્રીઓ, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના નિષ્ણાંતો સહિત વિવિધ કૉલેજોના વિધાર્થી/વિધાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રી ડી. . ગોહિલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી‌‌-‌-જિલ્લા આંકડા અધિકારીશ્રી દ્વારા ઉપસ્થિત સર્વોને આવકારી પ્રાસંગીક ઉદ્દ્બોધનથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તેઓ દ્વારા પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલનોબીસના જીવનચરિત્ર વિષે માહિતી આપવામાં આવી તેમજ તેઓશ્રીના આંકડાશાસ્ત્રીય સિધ્ધાંતોની ભારતના અર્થતંત્રમાં ઉપયોગીતા સમજાવી તેમના વિવિધ મોડેલથી તેમજ આંકડાશાસ્ત્રીય સિધ્ધાંતો અને સમીકરણોની વ્યવહારૂ જીવનમાં ઉપયોગીતા બાબતે માહિતગાર કરવામાં આવ્યા.

ત્યારબાદ ડો. કિરણ ગજેરા, સંશોધન અધિકારીશ્રી જિલ્લા આયોજન કચેરી, અમરેલી દ્વારા“Sustainable Development Goals (SDGs)” વિષે વિસ્તૃત માહિતી આપી જેમાં, SDGsના ઉદ્દ્ભવ, વિકાસ અને ધ્યેયો વિશે પાયાનો ખ્યાલ આપ્યો. Millenum Development Goals (MDGs) માંથી Sustainable Development Goals (SDGs) તરફના ખ્યાલ સ્વીકૃત કરી MDGsના અને SDGsના ૧૭ ધ્યેયો વિષે વિસ્તૃતમાં ખ્યાલ આપ્યો હતો. ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરેલ ગુજરાત સસ્ટેનેબલ વિઝન ૨૦૩૦ અંતર્ગત એક્શન પ્લાન, મોનીટરીંગ અને મુલ્યાંકનના માળખાથી માહિતગાર કર્યા. વધુ ઉમેરતા SDGsના અમલીકરણ માટેના ઠરાવ અને તે અંતર્ગત રચાયેલ કમિટિઓ જેવી કે, . સ્ટેટ એમ્પાવર્ડ કમિટિ, . રાજ્ય કક્ષાનું SDGs Cell 3. જિલ્લા કક્ષાએ કામગીરીની દેખરેખ માટેની જિલ્લા કક્ષાની સમિતિ અને . જિલ્લા કક્ષાના SDGs Cellની જેવી કમિટિની રચના, જવાબદારી અને કામગીરી વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. રાજ્યકક્ષા, જિલ્લા કક્ષા અને તાલુકા/ગ્રામ્યકક્ષાના એક્શન પ્લાન વિશે પણ માહિતી આપી હતી. આંકડા શાખા જિલ્લા પંચાયત અમરેલીના સંશોધન મદદનીશ કુ. ડી.જી. પંડ્યા દ્વારા સરકારશ્રીને નીતિ અને ભવિષ્યલક્ષી વિવિધ યોજનાઓના આયોજન, ઘડતર અને અમલીકરણ માટે આંકડાકીય માળખાની જરૂરીયાત અને ઉપયોગો વિષે સમજ આપી, આંકડાની વિશ્વસનીયતા, સમયસરતા અને તુલનાત્મકતા સુધારવા તેમજ મળેલ આંકડાનું પ્રૃથ્થકરણ અને વિતરણની સુસંગત પધ્ધતી વિક્સાવવા બહોળી સમજ આપી હતી. જિલ્લામાં થઇ રહેલ વિવિધ મોજણીઓ જેવી કે, આર્થિક મોજણી, પશુધન ગણતરી, ઇનપુટ સર્વે અને વિલેજ પ્રોફાઇલ અને તાલુકા પ્લાન એટલાસથી તેમજ જિલ્લાની આંકડા કચેરી દ્વારા બહાર પાડવામાં આવતા વિવિધ પ્રકાશનો જિલ્લાની આંકડાકીય રૂપરેખા, જિલ્લાની સામાજિક આર્થિક સમીક્ષા, તાલુકાની આંકડાકીય રૂપરેખા અને અર્ધ વાર્ષિક ભાવોની સમીક્ષાથી ઉપસ્થિતોને પરિચિત કરવામાં આવ્યા.

તેમજ ઉપસ્થિત સર્વોને કચેરી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવતા વિવિધ પ્રકાશનોનું પ્રદર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો. ખાસ આમંત્રણથી પધારેલ નિષ્ણાંતોમાં કે. કે. પારેખ કોમર્સ કૉલેજથી પધારેલ પ્રો. ભારતીબેન ફિણવીયાએ આંકડાશાસ્ત્રની ઉપયોગીતા વિશે, કમાણી સાયન્સ કૉલેજમાંથી પધારેલ પ્રો. નીતાબેન રંગપરિયાએ ઇકોનોમેટ્રીક્સ વિષય પર પોતાના મંતવ્યો આપ્યા બાદ પ્રતાપરાય આર્ટસ કૉલેજથી પધારેલપ્રો. સંગીતાબેન તારપરા દ્વારા આંકડાનું ભારતના અર્થતંત્રમાં મહત્વ વિશેપોતાના પ્રતિભાવો આપ્યા હતા. અંતમાં ડી. . ગોહિલ, જિલ્લા આયોજન અધિકારી ‌‌-‌- જિલ્લા આંકડા અધિકારીશ્રી દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરી ઉજવણીના કાર્યક્રમને સમાપ્ત જાહેર કરવામાં આવ્યો હતો.

 

અમરેલી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..