Back

અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે યોગ સેમીનારનું આયોજન

ઓક્ટોબર-૨૦૧૯માં અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે યોગ સેમીનારનું આયોજન

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતા એક તાલુકા મથક ખાતે ઓક્ટોબર-૨૦૧૯માં યોગ સેમીનારનું આયોજન વિનામૂલ્યે હાથ ધરવામાં આવશે. યોગમાં રસ ધરાવતા અનુસૂચિત જાતિના ઉમેદવારોએ જિલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર, અમરેલી ગોળ દવાખાના ની બાજુમાં ચિતલ રોડ ફોન નં. ૦૨૭૯૨ ૨૨૧૯૬૧, ૮૪૮૮૮ ૦૭૪૮૮ ઉપર સિનિયર કોચનો સંપર્ક કરીને યોગ સેમીનાર માટેના પ્રવેશ પત્રમાં સંપૂર્ણ વિગતો ભરીને તા: ૨૦/૦૭/૨૦૧૯ સુધીમાં ઉક્ત સરનામે રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી આપવાના રહેશે. પસંદ થયેલ ઉમેદવારોને સિનિયર કોચ દ્વારા યોગ સેમીનાર અંગેની જાણ કરવામાં આવશે.

 

અમરેલી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..