Back

બાબરા ના ચમારડી ગામે માતા-પિતા વંદના કાર્યક્રમ પે-સેન્ટેર શાળા મા યોજાયો.

બાબરા ના ચમારડી ગામે માતા-પિતા વંદના કાર્યક્રમ પે-સેન્ટેર શાળા મા યોજાયો.


(શાળા ના બાળકો દ્રારા પોતાના માતા-પિતા ની પુજન કરવામાં આવ્યું)


બાબરા.

         જન્મદાતા અને ભાગ્ય વિધાતા એવા માતા-પિતા નું સ્થાન દરેક ના જીવનમાં સૌથી વધુ મહત્વ છે. માતા-પિતા નું ૠણ કોઈ પોતાના પ્રાણ આપી ને પણ ચૂકવી શકતું નથી. ત્યારે બાબરા ના ચમારડી ગામે શેઠ શ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ રીલીજીપસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી પે-સેન્ટર શાળા ચમારડી આયોજીત માતા-પિતા વંદના કાર્યક્રમ યોજાય ગયો. તેમા શાળાના બાળકો દ્રારા પોતાના માતા-પિતા ની પુજા કરવામાં આવી હતી. અને લોકો માં એક સંદેશ આપવામાં આવ્યો હતો કે ૧૪ ફેબ્રુઆરી ના દિવસે વેલેન્ટાઇન ડે ના બદલે માતા-પિતા વંદન દિવસ તરીકે ઉજવવામાં આવવો જોઈ. કારણ કે દુનિયા મા માતા-પિતા જ બધુ છે. ત્યારે આ બાળકો દ્રારા માતા-પિતા ની પુજા બાદ ગુરુપુજા અને ગુરુ વંદના પણ કરવા માં આવી હતી. કાર્યક્રમ નું દિપપ્રાગટ્ય વિપુલભાઈ જોષી, કુલદિપભાઈ બસીયા, રમેશભાઈ પાડલીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની તમામ જવાબદારી પે-સેન્ટર શાળા ચમારડી પરિવારે ઉપાડી હતી.

          આ તકે કુલદીપભાઈ બસીયા તાલુકા પંચાયત સદસ્ય, રમેશભાઈ પાડલીયા, અતુલભાઈ નાકરાણી, અતુલભાઈ જોષી, મનિષભાઈ વામજા, વિમલભાઈ અમરેલીયા, અલ્પેશભાઈ મકવાણા, તેમજ ગામના આગેવાનો અને વાલીઓ ખાસ હાજર રહ્યા હતા. આ તકે પે-સેન્ટર શાળા ના આચાર્ય સતિષભાઈ ટાંક દ્રારા મહેમાનો નું સ્વાગત કરવા માં આવ્યું હતું.

          આ કાર્યક્રમ મા શાસ્ત્રી શ્રી વિપુલભાઈ જોષી દ્રારા તમામ વિધી કરાવી હતી અને બાળકો ને માતા પિતા વિચે સમજ આપી હતી. અને આજ ના સમય મા વેલેન્ટાઇન ડે. જેવા ખોટા તહેવારો ના મનાવો અને માતા પિતા ને માન સન્માન આપો તેવું બાળકો ને વિપુલભાઈ જોષી દ્રારા જણાવીયું હતું.


રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર

(બાબરા)

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..