Back

બાબરા- લાઠી ના ધારા સભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મર દ્રારા મોખવારી સામે આપ્યું નિવેદન.

બાબરા- લાઠી ના ધારા સભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મર દ્રારા મોખવારી સામે આપ્યું નિવેદન. 

(મોદી સરકાર સામે કર્યા આક્રરા પ્રહાર)

બાબરા.૧૪/૨/૨૦૨૦

       ધારાસભ્ય શ્રી ઠુંમ્મર કહ્યું કે મોદી સરકારે ૧૪.૨ કિલોગ્રામ વજનવાળા રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ।.૧૪૯ સુધીનો ભાવ વધારો ઝીંકીને અને પાંચ કિલોગ્રામ વજનવાળા રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં બાવન રૂપિયાનો વધારો ઝીંકીને મોંઘવારીથી તોબા પોકારી ચુકેલી દેશની સામાન્ય જનતાને વધુ એક કમ્મરતોડ ફટકો માર્યો છે. તેમ  ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું છે.

             શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે, મોદી સરકારે દર મહિને રાંધણ ગેસની સબસીડી અને તેના બજાર ભાવમાં ફેરફાર કરવાની નીતિ અપનાવી છે. પરંતુ મોદી સરકારે ફ્યુઅલ સબસીડીમાં કાપ મુકયા પછી ઓઇલ માર્કેટીંગ કંપની (OMC) ઓએ ભાવ જાહેર કરવાનું બંધ કરી દીધું તેથી મોદીના શાસનમાં LPG ના ભાવોમાં વખતો વખત થયેલા વધારા ઉપર કોઇનું ધ્યાન ગયું નથી જયારે કે LPG સિલિન્ડરનો ભાવ ૯૦૦ રૂપિયાની નજીક પહોંચી ગયો છે.  

              શ્રી ઠુંમરે વધુમાં એમ પણ જણાવ્યું કે, હિન્દુસ્તાનની સામાન્ય પ્રજા મોંઘવારીના ડોઝ સહન કરી શકતી નથી અને આર્થિકક્ષેત્રે હિન્દુસ્તાન ખતમ થઈ ચુકયો છે ત્યારે વિશ્વ લેવલની ભાજપ પાર્ટી ભારત દેશનું ને રાજયનું અન્યત્ર ધ્યાન ખેચવા માટે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ જેને હિન્દુસ્તાનની પ્રત્યે નીતિ કેવી છે તે સારી રીતે જાણીએ છીએ છતાપણ ભાજપ અને વડાપ્રધાન પોતાની વાહવાહી કરવા માટે ૧૦૦ કરોડ થી વધારે ખર્ચ કરી ટ્રમ્પ ને લાવી હિન્દુસ્તાનની સામાન્ય પ્રજા ઉપર આ ભાવ વધારાનો બોજો પોતાની વાહવાહી કરવાતો નથી નાખ્યો ને ? તેવો વેધક સવાલ ધારાસભ્યશ્રી વિરજીભાઇએ કર્યો હતો.  

          શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું કે, રસોઇ ગેસના કુલ ૨૭.૬ કરોડ ગ્રાહકો પૈકી બે કરોડ જેટલા ગ્રાહકોને સબસીડી મળતી નથી.


રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર

(બાબરા)

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..