Back

એક હાથે દેવું ને બે હાથે ઢસરડવું નીદાનત એજ ભાજપ સરકાર ની નીતિ છે : પ્રદેશ કોંગ્રેસ અગ્રણી પ્રદીપ સાકરીયા

ખેડૂતો ને દેવા કરતા લૂંટવામાં સરકાર ને વધુ રસ...

      દેશની પ્રથમ એવી સરકાર છે કે ખેતી પ્રધાન દેશ ના ખેડૂતો ને બરબાદ કરી ને પણ વિકાસ ની વાતો કરે છે. સૌ જાણે છે ખેતી પ્રધાન દેશનો વિકાસ ત્યારેજ થાય જ્યારે ખેડૂતો નો કે ખેતી નો વિકાસ થાય..  બાબરા તાલુકા ના થોરખાન ના વતની અને હાલ સુરત શહેર કોગ્રેસ ના મહામંત્રી અને પ્રદેશ કોંગ્રેસ મા મંત્રી તરીકે ફરજ બજાવતા પ્રદીપ સાકરીયા એ ગુજરાત ભાજપ ની રાજય સરકાર સામે અને સવાલો કરીયા  છે 

      આ દેશમાં આજે પણ ૭૦% વસ્તી ગામડામાં વસવાટ કરે છે અને તેનો મૂળ વ્યવસાય ખેતી છે.ખેતી અને ખેત મજદૂરી એ ગ્રામ્ય વસ્તી ની આવક કે જાવક નું એક માત્ર સાધન છે..આજે પણ ભલે ઉદ્યોગિકરણ ની વાતો થાય પણ ગામડામાં કોઈ ઉદ્યોગો નથી..અથવા તો ગ્રામ્ય પ્રજાને રોજગારી આપતા નથી..

      દેશની પ્રજાને ધન્ય પકાવી પૂરું પાડનાર કે દેશમાં સ્વેત ક્રાંતિ નું સર્જન કરનાર પણ ખેડૂત એટલેકે પશુ પાલક છે.દેશમાં જરૂર પ્રમાણે સિંચાઈ વ્યવસ્થા નથી..અને જે કાંઈ સિંચાઈ વ્યવસ્થા છે તે કોંગ્રેસ સરકારો ની દેન છે.

      કુદરતી રોજી ના આધારે નભતો ખેડૂત કરજ લઇ ખાતર..બિયારણ..દવા..સાતી.. નો જુગાડ કરે..પણ વરસાદ સમયસર ન થાય એટલે ખેડૂત ની બરબાદી નો પાયો નખાય.. *કૂવામાં હોય તો અવાડામાં આવે.* વરસાદ ન હોય અથવા નિયમિત ન હોય તો ખેડૂત ને વહેલું ગઢપણ આવી જાય..

      એક સમય હતો ડાયાબિટીસ માત્ર એ .સી.માં બેસનાર ને થતો..હવે કાળી મજદૂરી કરનાર ખેડૂત ને પણ થાય છે..માત્ર કારણ માનસિક ટેનશન..

       સરકાર આ ખેતી પ્રધાન દેશના ખેડૂતો ને ન પાણી આપે..ન વીજળી આપે..અને ન ભાવ આપે..તો ખેડૂત કે ખેતી કેમ સ્વનિર્ભર થાય..?

સરકાર ખેડૂતો ને મોંઘવારી નો માર આપે..ખાતર ના ૪૦૦ ના ૧૪૦૦ કરે છતાં ખાતર ના પેકિંગમાં ચીટિંગ કરે..ઉત્પાદિત ચીજો ના પોષણક્ષમ ભાવ ન આપે તો ખેડૂત આત્મહત્યા ન કરે તો બીજું શું કરે..?

      એક ખોટ તો ગ્રામ્ય જીવન માં રોજગારી ની છે.પણ શહેર જેવી શિક્ષણ વ્યવસ્થા નથી..આરોગ્ય સુવિધા ના નામે મીંડું છે.કોઈને નવી પેઢીને ગામડે રહેવું નથી ..કારણ સવલત નથી.રોજગારી ની તકો નથી.ગામડામાં કોઈ દીકરી દેતું નથી...

      *શુ ગામડામાં રહી ને દીકરા વાંઢા રાખવા..?* *અનેક સમસ્યાઓ થી ઘેરાયેલો ખેડૂત અનેક પ્રકારની મુશ્કેલીઓ નો સામનો કરે છે.માટે ડાયાબિટીસ થાય છે...* છતાં સરકાર નું વલણ ખેડૂતો અને ખેતી ને બરબાદ કરવાનું જ રહ્યું છે..

       ટેકાના ભાવ એ ઉકેલ નથી મલમ છે..રાહત આપે. *આ દેશના ખેડૂતો ને જ્યારે ખાતર ૪૦૦ ની થેલી મળતું હતું ત્યારે કપાસના ૧૨૦૦ થી૧૫૦૦ મળતાં હતા..* અત્યારે ખાતર ૧૪૦૦ નું અને કપાસ ૯૦૦ નો દેશમાં દરેક ચીજો ના ભાવ વધે.તો ખેડૂતો ની પેદાશો ના ભાવ કેમ ઘટે..? 

     *શુ આ ભાજપ સરકાર ને કોઈ એ ખેડૂતો નું ભલું ન કરવા શ્રાપ આપ્યો છે..?*

     ભાજપ સરકાર ના પાંચ વર્ષ ખેડૂતો ને દેવાદાર બનાવવા માટે જવાબદાર છે.માટે ખેડૂતો દેવું માફ કરવાની માંગ કરે છે..સરકારે દેવાદાર બનાવ્યા હોય તો દેવું સરકારે ભરવું પડે..આમ ન થાય તો ખેડૂતો એ સરકાર બદલવી પડે....

     પશુપાલન જ્યારે ખેડૂતો ને ન પોસાય તેવો ધંધો બની ગયો હોય છતાં દૂધ ની નદીઓ વહેતી હોય.અને સ્વેત ક્રાંતિ ની વાતો થાતી હોય ત્યારે સમજવું જોઈએ કે યુરિયા કે સોડા મારફત જીવલેણ દૂધ નું ઉત્પાદન થઈ રહ્યું છે..

      સરકાર ની રહેમ નજરે માણસ મારવાના કારખાના ધમધમતા હોય ત્યારે સમજવું .."દયા હી થયો નૃપ..."શબ્દો ને સાર્થક કર્યા છે...

      ખેતી પ્રધાન દેશના ખેડૂત અને ખેતી ને બચાવવા જે સરકાર ને રસ ન હોય.અને અદાવત ની માનસિકતા થઈ સરકાર કામ કરતી હોય ત્યારેજ..મગફળી કૌભાંડ..કોથળા કૌભાંડ..તુવેર કૌભાંડ..તોલ માપ કૌભાંડ..નર્મદાના પાણી નું કૌભાંડ..કે સુજલામ..સુફલામ..કૌભાંડ શક્ય બને છે..

     *કોઈ સરકાર થી મોટો કૌભાંડી ત્યારેજ બને સરકાર ની કૃપા દ્રષ્ટિ હોય..સરકાર ના ચારે હાથ તેના ઉપર હોય..*

      મોદી ના નેતૃત્વ વાળી સરકાર માં ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય..કે કોઈ સંગઠન નો નેતા હોય..બધાજ ગુલામી ના કારખાના ની પ્રોડક્ટ કહેવાય..જાણે બધુજ પણ જોયા કરવાનું અને સહન કર્યા કરવાનું..અંગ્રેજો ની ગુલામી માં પણ સ્વતંત્રતા નો સુર ઉઠતો હતો...પણ અત્યારે એ સમય નથી..એ નેતાઓ નથી..એ પ્રજા નથી..એ જાજબો કે જુનુંન નથી.. એમ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી પ્રદીપ સાકરીયા એ જણાવ્યું છે

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..