Back

વડિયા તાબાના મોરવાડા ગામે 55 વર્ષ ના વૃધ્ધાને ઢોરમાર મારતા વૃદ્ધાને ગંભીર ઇજાઓ

અમરેલી ના વડિયા તાબાના મોરવાડા ગામે 55 વર્ષ ના વૃધ્ધાને ઢોરમાર મારતા વૃદ્ધાને ગંભીર ઇજાઓ થતાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા 


અમરેલીના વડિયા તાબા મોરવાડા ગામે વૃદ્ધાને નજીવી બાબતે જીવલેણ હુમલો કરી હાથ અને પગ માં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી નિર્દય કાઠી હસુભાઈ વરણીયાએ નાનુબેન ભીખાભાઈ મકવાણા ઉપર હુમલો કર્યો હુમલો કરી નાસી ગયો હતો આ ઘટના છાણા વિણવા જેવી નજીવી બાબતે વૃદ્ધાને રોકી ઢોરમાર મારી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી ગંભીર ઇજાઓ થતા નાનુબેનને પ્રથમ વડિયા સિવિલ અને વધુ સારવાર માટે જુનાગઢ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી સારવાર ચાલુ કરાવી દેવામાં આવી હતી તો બીજી તરફ વડીયા પોલીસે ફરિયાદી નાનુબેનના જણાવ્યા આધારે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલ જાહેરમાં બેફામ ગાળો ભાંડેલ અને જાનથી મારીનાખવાની ધમકી આપ્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ એસ.ટી.એસ.સી.સેલના નાયબ પોલીસ અધિક્ષક નાઓએ આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે 55 વર્ષના વૃધ્ધા પર હિચકારો હુમલો કરતા પ્રથમ વડિયા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે લાવતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વડિયા પંથકમાં અરેરાટી મચી હતી


તસ્વીર અહૅવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા

કુંકાવાવ વડલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..