Back

વડિયા ગ્રામ પંચાયત મા ઉપ સરપંચ વિરુદ્ધ અ વિશ્વાસ ની દરખાસ્ત મંજૂર

વડિયા ગ્રામ પંચાયત મા ઉપ સરપંચ વિરુદ્ધ અ વિશ્વાસ ની દરખાસ્ત મંજૂર

વડિયા ગામ પંચાયતના સદસ્ય છગનભાઈ ઢોલરીયા એ વડિયા ગ્રામ પંચાયત ખાતે અવિશ્વાસ ની દરખાસ્ત રજુ કરેલ હતી જે અનુસંધાને આજે તા.૦૩/૦૭/૨૦૧૯ ને બુધવારે ૧૫:૦૦ કલાકે  ગ્રામ પંચાયત ના તમામ સદસ્યો ની આજે મીટીંગ યોજાઈ હતી જેમાં ૧૪ સભ્યો સરપંચ સહિત હાજર રહેલ હતા.જેમા ૧૨ સદસ્ય ની બહુમતી (૧૨ ઉચી આંગળી)મળતાં ઉપ સરપંચ નિલેશભાઈ પરમાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થયેલ છે જ્યારે બીજી તરફ ઉપ સરપંચ સાથે માત્ર એકજ આંગળી ઉંચી થયેલ જ્યારે આ અંગે સદસ્ય સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે વડિયા સરપંચ રમાબેન ઢોલરીયા દ્વારા ગામમાં વિકાસ ના સારા કામો કરતા પરંતુ ઉપસરપંચ નિલેશભાઈ પરમાર વડીયાના વિકાસમાં અવાર નવાર અડચણ રૂપ કામગીરી કરતા અને ઉપલા લેવલે ખોટી ફરીયાદો  કરતાં હોય અને ખોટી પ્રેસનોટો આપતા હોય.જેના કારણે તમામ ગ્રામ પંચાયતના સદસ્યોએ આ બાબતે વિરોધ સાથે ૧૨ સભ્યો એ એકીસાથે ઉચી આંગળી કરી અવિશ્વાસ ની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ હતી.


તસ્વીર અહૅવાલ જીતેશગીરી ગોસાઈ વડિયા અમરેલી મોં નં ૯૪૨૬૯૩૮૧૬૪

કુંકાવાવ વડલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..