Back

અમરેલી ના ધારીમાં રહેતા દરજી પરિવારની દીકરીએ બાનાવી રંગબેરંગી અનોખી રંગોળી

અમરેલી ના ધારીમાં રહેતા દરજી પરિવારની દીકરીએ બાનાવી રંગબેરંગી અનોખી રંગોળી


આમ તો આપણા જીવનની અંદર કેટલાયે રંગો છે અને દરેક તહેવાર પણ રંગબેરંગી હોવાથી તે આપણા જીવનમાં વધારે રંગોને ભરી દે છે. ફક્ત હોળીના રંગો જ પુરતા નથી તેને માટે. દિવાળીમાં પણ લોકો ઘર-આંગણે કેટલાયે રંગો દ્વારા પોતાના આંગણાને શણગારે છે. આ રંગોળી હિંદુ ધર્મની અંદર લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે દરેક ઘરની આગળ દિવાળીના દિવસે તમને સુંદર રંગોળી અવશ્ય જોવા મળશે 

દિવાળી આવવાના થોડાક જ દિવસ બાકી હોય તે પહેલાં જ નાની બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓ રંગોળી શીખવાની શરૂઆત કરીદે છે. દિવાળીના દિવસે દરેકના ઘર-આંગણે સુંદર દેખાતી રંગોળી માટે કેટલી મહેનત કરવી પડી છે અને ત્યાર બાદ બને છે એક સુંદર રંગોળી ત્યારે ધારી શહેરના પ્રેમપરા વિસ્તારમાં રહેતા નાંઢા મુકેશભાઈ મણીભાઈની દીકરી પૂજાબહેને ખૂબ મહેનતથી અનોખી રંગોળી બનાવી અને સંપૂર્ણ વાંજા દરજી સમાજના જય ગોપાલ પંથના ગોપાલ લાલજીની આબેહૂબ રંગ બેરંગોથી મહેનતથી રંગોળી ( તસ્વીર )બનાવી જે તેમના વિસ્તારમાં એક અનોખી રગોળીથી તનું ઘરનું આંગણું મનમોહક જણાયું તેમજ દીકરીના માતાપિતા પોતાની દીકરીની કુદરતી કલાથી ગૌરવ અનુભવી રહયા છે


તસ્વીર અહૅવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા અમરેલી મોં નં

8849630700

કુંકાવાવ વડલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..