Back

વડિયાની વિનાયક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને આપતી વ્યવસ્થાપન અંગેની તાલીમ આપવામાં આવી

વડિયાની  વિનાયક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને આપતી વ્યવસ્થાપન અંગેની તાલીમ 

વડિયા : શ્રી શારદા એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિનાયક વિદ્યા મંદિર ના વિદ્યાર્થીઓ માટે તા. 09/07/2019 ના રોજ  ડિઝાસ્ટર મેનેજમેંટ અમરેલી તથા નગરપાલિકા અમરેલી અને 108 ઈમરજન્સી સેવાની ટિમ દ્વારા કુદરતી આપતી જેવી કે પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ, અકસ્માત ,વગેરેની પરિસ્થિતિના સાવચેતીના ભાગ રૂપે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ફાયર ડેમોસ્ટ્રેશન અને અવેરનેસ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ડીઝાસ્ટર મેનેજમેંટ અમરેલી ના અધિકારી શ્રી માનશી મેડમ, વડિયાનાં મામલતદાર શ્રી ડાંગર સાહેબ ની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.   એ બદલ શાળાના આચાર્યશ્રી માધુરીબા ઇન્દ્રરાજસિંહ સિંધવએ  તમામ સ્ટાફ  નો ખૂબ આભાર વ્યક્ત કરેલ છે.


તસ્વીર અહૅવાલ જીતેશગીરી ગોસાઈ વડિયા અમરેલી મોં નં ૯૪૨૬૯૩૮૧૬૪

કુંકાવાવ વડલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..