Back

વડિયા પોલીસે 86 બોટલ વિદેશી દારૂ સાથે બે બુટલેગરને ઝડપી પાડ્યા

વડિયા પોલીસે 86 બોટલ વિદેશી દારૂ સાથે બે બુટલેગરને ઝડપી પાડેલ  વડિયા કૃષ્ણપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી અલગ અલગ બ્રાન્ડનો 

વડિયા કૃષ્ણપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ વેચાતો હોવાની પોલીસને માહિતી મળેલ હતી આ અંગે વડિયા પોલીસ છેલ્લા ઘણા સમય થી આ બુટલેગરો પર બાઝ નજર રાખી રહયા હતા ત્યારે મોડી રાત્રે વડિયા પોલીસને પુરી બાતમીના આધારે ઇશાક ઉર્ફે (ગની) હનીફ જેઠવા(ઘાચી) ઉ.20 રહે.કૃષ્ણપરા હવેલી શેરી ગ્રામપંચાયત પાછળ ધંધો.વિદ્યાર્થી અને આરોપી ન.2 સંજય ઉર્ફે (ઘુસ્તો)પરસોતમ નાગણી જાતે પટેલ ઉ.30 ધંધો ખેતીકામ રહે કૃષ્ણપરા સુથાર શેરી હનુમાનજી મંદિર સામે આ બંને બુટલેગરોએ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડનો જથ્થો ઉતારેલ છે તેવી બાતમી પોલીસને મળતા વડિયા પોલીસે તાત્કાલિક સંજય ઉર્ફે (ઘુસ્તો) પટેલ ની વાડીએ રેડ કરતા પોતાની માલિકીના ગોડાઉનમાં વિદેસીદારૂની 86 બોટલ સાથે બંને બુટલેગરને રંગેહાથ ઝડપી પાડેલ છે આ અંગે વડિયા પીએસઆઇ એ.બી.રાણા,કમાલુદીનભાઈ ,ટાઉન જમાદાર અભેસિંહ મોરી,અશોકસિંહ, ડ્રા રામજીભાઇ સહિતના સ્ટાફે ઝડપી પાડી કાયદેસર ગુન્હો દાખલ કરેલ છે અલગ અલગ વિદેશી દારૂની 86 બોટલની કી.રૂ.25800 સાથે ગુન્હો દાખલ કરેલ છે અને હજુ બીજા બુટલેગરોના નામ ખુલે સંભાવનાઓ છે

તસ્વીર અહૅવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા અમરેલી મોં નં ૯૪૨૬૯૩૮૧૬૪

કુંકાવાવ વડલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..