Back

દામનગર ખાતે સઘન પલ્સ પોલિયો કાર્યક્રમ

દામનગર શહેર માં તારીખ ૩૧/૦૧/૨૦૨૧ ના રોજ નેશનલ ઇમ્યુનાઇજેશન ડે (સધન પલ્સ પોલિયો કાર્યક્રમ) અંતર્ગત દામનગર શહેર માં T.H.O. આર.આર. મકવાણા તથા જરખિયા મેડિકલ ઓફિસર ડો. હિતેષ પરમાર ના માર્ગદર્શન હેઠળ બુથ - ૭,પેટા બુથ - ૨ અને ટ્રાન્ઝિસ્ટ પોઇન્ટ ૪ રાખવામાં આવેલ હતા.તથા તા.૦૧/૦૨/૨૦૨૧ અને તા.૦૨/૦૨/૨૦૨૧ ટીમ સર્વે દ્વારા દામનગર માં કુલ બાળકો ૧૩૬૧ ને પોલિયો નાં ટીપાં પીવડાવવામાં આવશે.આ કાર્યક્રમ માં દામનગર આરોગ્ય વિભાગ ના કર્મચારી ઓ રણજીતભાઇ વેગડા, પ્રિયકાંત ભટ્ટી,રાજ દીક્ષિત,આરતી ભોજાણી, પૂર્વી પડાયા વિગેરે તમામ આશા વર્કર બહેનો અને આંગણવાડી સ્ટાફ દ્વારા પલ્સ પોલિયો કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર વિમલ ઠાકર દામનગર

લાઠી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..