Back

રાજુલામાં શાળા આરોગ્ય તપાાસણી કાર્યક્રમ અંતર્ગત સંદર્ભ સેવા કેમ્પ યોજાયો

ન્યુજ

રાજુલા


રાજુલામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત સંદર્ભ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ...


અમરેલી જીલ્લાના રાજુલા ખાતે સ્કુલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત એસ.ડી.એચ.રાજુલામા સંદર્ભ સેવા કેમ્પ યોજાઈ ગયો જેમા બાળકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ તેમજ કેમ્પમા બાળકોની તપાસ રાજુલાના પ્રખ્યાત બાળરોગ નિષ્ણાત ડો.દિનેશભાઇ કલસરિયા,દાતરોગ નિષ્ણાત ડો.ખુમાણ સાહેબ,આંખરોગ નિદાન માટે નિલેશભાઇ ગુર્જર અને સ્કિન તેમજ જનરલ વિભાગ માટે ડો.ડી.સી.મકવાણા દ્વારા તપાસ કરવામા આવેલ તેમજ તપાસ કરવામાં આવેલા બાળકોમાંથી જેમને વધારે સારવારની જરૂર હોય તેમને સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર માટે સંદર્ભ સેવા દ્વારા આગળ મોટા દવાખાને રીફર કરવામા આવશે...

જેમા તાલુકા હેલ્થ ઓફીસર ડો.એન.વી.કલસરિયા અને તેમની હેલ્થ ટીમ દ્વારા ખડેપગે હાજર રહી સમગ્ર કેમ્પનુ સફળપુર્વક સંચાલન કરેલ.આ કેમ્પમાં તમામ બાળકોને લેવા તેમજ મુકવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવેલ.આ કૅમ્પમા અધિક્ષક ડૉ.ડી.ડી. ક્વાડ,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.કલસરિયા,ડૉ.નિકુંજ દવે,ડૉ.ગીતાબેન લાડુમોર,ડૉ.પરેશ બલદાણીયા અને ડૉ.વિવેક લાડવા સહિતના આરોગ્યના સ્ટાફ દ્વારા હાજર રહી કામગીરી કરવામા આવેલ


શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..