Back

પત્રકારો ને પ્રથમ કોરોના રસીકરણમાં સામેલ કરવાની ધારાસભ્ય અંબરીશ ડેરની માંગ સરકારે સ્વીકારી...

માહિતી ખાતા દ્વારા ઓનલાઇન અરજી મંગાવતા, પત્રકારો દ્વારા ધારાસભ્ય નો આભાર વ્યક્ત કર્યો....

કોરોના વાઈરસ મહામારી માં લોકો સુધી ગ્રાઉન્ડ ઝીરો પરથી માહિતી પહોંચાડવામાં મહત્વ નો ફાળો પત્રકાર જગત નો છે જેણે સરકાર અને તંત્ર ની બેદરકારી ને ઉજાગર કરી હતી તો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ અંગે જનજાગૃતિ માટે નેતાઓને પણ ખુલ્લા પાડ્યા હતા ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે તેમાં આરોગ્ય, સુરક્ષા, પાલિકા અને મહાનગરપાલિકાનાં કર્મચારીઓ સહિતના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ પત્રકારો નો સમાવેશ ના કરતા રાજુલાનાં યુવા ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે પ્રથમ કોરોના રસીકરણ માં પત્રકારનો સમાવેશ કરવામાં આવે કારણે કે

સતત ફિલ્ડમાં રહી જીવના જોખમે કવરેજ કરતા પત્રકારો નો સમાવેશ કરવો જરૂરી હતો જે સંદર્ભે સરકાર દ્વારા ધારાસભ્ય ની માંગ ને આખરે સ્વીકારી છે અને પ્રથમ ચરણમાં રસીકરણ અભિયાન માં પત્રકાર નો સમાવેશ કરવામાં આવ્યો છે જેના માટે માહિતી ખાતા દ્વારા પત્રકારો ની ઓનલાઇન અરજીઓ પત્રકારો પાસેથી મંગાવવામાં આવી રહી છે જે બદલ પત્રકારો દ્વારા ધારાસભ્ય અંબરીષ ડેર નો આભાર વ્યક્ત કર્યો હતો.

 

શિયાળ વીરજી રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..