Back

રાજુલા માં આજે પ્રજાસત્તાક દિવસ નું રિહસલ કરવામાં આવ્યું

રાજુલામાં આજે થયું પ્રજાસત્તાક દિવસનું રીહર્સલ


રાજુલા શહેરમાં જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક દિન ઉજવવાનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નક્કી થયેલ  છે.  ત્યારે રાજુલા શહેરમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે  રાજુલા શહેર ની બાલક્રિષ્ના વિદ્યાપીઠમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવાનું નક્કી થયેલ છે ત્યારે આજે આ શાળામાં  આજે રિહસલ રાખવામાં આવેલ જેમાં રાજુલા શહેર ની તમામ સરકારી કચેરીના અધિકારીઓ તેમજ ગુજરાત વિદ્યુત બોર્ડના કર્મચારીઓ તેમજ તમામ શાળાઓના શિક્ષકો તેમજ  આરોગ્ય વિભાગ ના અધિકારી ઓ તેમજ અધિક કલેક્ટર એ.બી.પાંડોર સાહેબ અને રાજુલા ડેપ્યુટી કલેકટર ડાભી મામલતદાર શ્રી ગઢીયા તેમજ પોલીસ સ્ટાફ તેમજ દરેક વિભાગ ના  સમગ્ર સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ રાજુલામાં પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજુલા શહેરમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર શહેરમાં તમામ સરકારી કચેરીઓમાં લાઇટિંગ તેમજ ધજા-પતાકા લહેરી  રહ્યા છે રાજુલા ની તમામ ધાર્મિક સામાજિક સંસ્થાઓ પ્રજાસત્તાક દિવસ ઉજવવા માટે  થનગની રહ્યું છે


Yogesh kanabar

Rajula

9824861414

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..