Back

અમરેલી જીલ્લા જેલમાંથી વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ કેદી ને ઝડપી પાડતી રાજુલા પોલીસ

યોગેશ કાનાબાર રાજુલા

નિર્લિપ્ત રાય , પોલીસ અધિક્ષક  અમરેલી નાઓ દ્વારા ગુન્હાનાં કામે નાસતા-ફરતા તેમજ જીલ્લા જેલમાંથી પે-રોલ/ફર્લો અને વચગાળાનાં જામીન ઉપથી છુટી ફરાર કેદીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી જેલ હવાલે કરવા જરૂરી સુચનાંઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સાવરકુંડલા વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક  કે.જે.ચૌધરી સાહેબ નાઓની જરૂરી સુચનાઓ અને રાજુલા પો.સ્ટે. ના પો.ઇન્સ. આર. એમ. ઝાલા સાહેબ તથા પો.સ.ઇ. એમ.એસ.ગોહેલ નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી મેળવી અમરેલી જીલ્લા જેલમાં કાચા કામનાં કેદી તરીકે રહેલ અને વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ કેદીને  રાજુલા પો.સ્ટે.ના આગરીયા બીટ જમાદાર તથા બીટ મદદ દ્રારા પકડી પાડવામાં સફળતા મળેલ છે.  નામદાર ગુજરાત હાઇકોર્ટનાં હુકમની વિગત

નામદાર સુપ્રીમ કોર્ટના સુઓમોટો રીટ પીટીશન નંબર-૦૧/૨૦૨૦ ના કામે થયેલ હુકમના આધારે ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૨૪/૦૩/૨૦૨૦ ના પરીપત્ર નંબર- જે.એલ.કે./૩૯૨૦૨૦/ જી.ઓ.આઇ./૧૩ જે અનુસંધાને હાઇપાવર કમીટી દ્રારા તા.૨૮/૦૩/૨૦૨૦ ના રોજની ગાઇડ લાઇન તથા માગદર્શન નીચે અમરેલી જીલ્લા જેલ ખાતે કાચા-પાકા કામનાં કેદીઓને વચગાળાનાં જામીન ઉપર મુક્ત કરવા હુકમ થયેલ હતો. આ વચગાળાનાં જામીન ઉપર મુક્ત થયેલ કેદીઓને તા.૦૧/૦૧/૨૦૨૧ નાં રોજ અમરેલી જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હતુ પરંતુ તેઓ હાજર થવાનાં બદલે ફરાર થઇ ગયેલ હતા   

પકડાયેલ આરોપી રમેશભાઈ છગનભાઇ મકવાણા ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહેવાસી-જૂની માંડરડી તા.રાજુલા જી.અમરેલી.

આમ, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા સાવરકુંડલા વિભાગ *નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓની જરૂરી સુચનાઓ અને રાજુલા પો.સ્ટે. ના પો.ઇન્સ. આર. એમ. ઝાલા સાહેબ તથા *પો.સ.ઇ. શ્રી એમ.એસ.ગોહેલ સાહેબ નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ કેદીને ઝડપી પાડવામાં રાજુલા પોલીસને સફળતા મળેલ છે.


રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..