Back

સ્વામી વિવેકાનંદ સાયકલ યાત્રા નું રાજુલા માં સન્માન કરાયું

"સ્વાસ્થ્ય સેવા - રાષ્ટ્ર સેવા"

ઇન્ડિયન મેડિકલ એસોસિયશન ભાવનગર દ્વારા.

"સ્વામી વિવેકાનંદ સાયકલ યાત્રા"

🚴🚴🚴🚴🚴🚴🚴🚴

ભાવનગર થી સોમનાથ તા.14/01/2021. થી તા.17/01/2021. સુધી.


આ યાત્રા તા.15/01/2021. નારોજ રાજુલા હોટલ વૃન્દાવન માં પહોંચેલ. ત્યાં રાજુલાના સેવાભાવી ડૉ. વાઘમશીસાહેબ. તથા ડૉ. મૂછડિયાસાહેબ. તથા મારૂતિ ગૃપ ના સભ્યો શ્રી અનિલભાઈ પટેલ. શ્રી વિજયભાઈ કોટીલા. શ્રી પ્રફુલદાદા. શ્રી ભરતભાઈ (સીતારામ). શ્રી અશોકભાઈ નારિગરા. શ્રી જયેશભાઇ ત્રિવેદી. તેમજ મારૂતિ ગૃપ ના સભ્યો તથા અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી શ્રી રવુભાઈ ખુમાણ. તથા સભ્યોએ સાયકલ સવાર ડૉકટર શ્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ હતુ.

જેમા રાજુલાના અન્ય મિત્રો શ્રી રાવતભાઈ ગોહિલ. શ્રી ભુપતભાઈ જોશી. શ્રી દીપકભાઈ તલાટી. તથા યોગેશભાઈ કાનાબાર. તથા ઉમેશભાઈ વાળા. પણ ઉપસ્થિત રહ્યા હતા...

સાયકલ ચલાવવાથી થતા ફાયદઓ નુ ભાવનગર ના ડૉકટર શ્રીઓએ વિગતવાર સમજાવ્યુ હતુ તથા શ્રી રવુભાઈ ખુમાણે સ્વાગત પ્રવચન કરી અને જણાવેલ કે અમરેલીના સેવાભાવી ડૉ શ્રી કાનાબર સાહેબે પણ ભૂતકાળમાં સાયકલ યાત્રા કરેલ જેની નોંધ પણ માનનીય વડાપ્રધાનશ્રી મોદીસાહેબે પણ કરી હતી.

ભાવનગરથી પધારેલ સાયકલ સવાર ડૉકટર શ્રીઓની રાત્રીના ભોજન તથા રાતવાસો કરવાની વ્યવસ્થા ડૉ વાઘમશી સાહેબ તથા ડૉ મૂછડિયા સાહેબે હોટલ વૃન્દાવન કરેલ અને વહેલી સવારે 6 સાયકલ સવાર ડૉકટર યાત્રિકોને શ્રીસોમનાથ જવા માટે વિદાય આપેલ હતી..

યોગેશ કાનાબાર

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..