Back

જાફરાબાદ ના વારાહસ્વરૂપ ગામે સેવાચેતુ કાર્યક્રમ યોજાયો

ન્યુજ

અમરેલી


      અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વારાહસ્વરૂપ ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ...


    રાજ્ય સરકાર ની પ્રજા લક્ષી યોજનાઓનો લાભ અરજદારો ને ઘર આંગણે જ ઉપલબ્ધ થાય સંવેદનશિલતા નો અભિગમ કેળવાય તે બાબત ધ્યાને લઈ પ્રજા જનોના વ્યક્તિ ગત પ્રશ્ર્નો તેમજ આવશ્યક સેવાઓ તેમના રહેઠાણના નજીક ના સ્થળે જ એક દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો...


 જાફરાબાદના તાલુકાના વારાહસ્વરૂપ. ભાંકોદર. બાબરકોટ. મિતિયાળા.લુણસાપુર.વાંઢ. લોઠપુર શિયારબેટ. આઠ ગામોના અરજદારોએ સેવા સેતુ કાર્યક્રમ નો લાભ લીધો હતો...


       તેમજ લોકો દ્વારા જુદા જુદા વિભાગ ની યોજના હરજીઓ  રજૂ કરવામાં આવી હતી અને જુદા જુદા વિભાગની યોજના  માહિતીની વિગતો પણ સેવા સેતુ કેમ્પ દરમ્યાન પુરી પાડવામાં આવેલ... 

          


   માં  અમૃત કાર્ડ, વાસ્તલય કાર્ડ રેશન કાર્ડ માં નામ સુધારાવા નામકમી કરવા કે નવા નામ ચડાવવા તેમજ આવક દાખલા અને ઉંમર અને બી.પી.એલ દાખલા કાઢી આપવામાં આવ્યા હતા તેમજ વિધવા સહાય નિરાધાર અને વૃદ્ધ સહાય વગેરે... 


આધાર કાર્ડ ની કામગીરી  સેવાસેતુ માં કાગળ ઉપર રહી ગઈ જીપીએસ કનેક્શન ન આવતા લોકો ને ધરમ ના ધક્કો એન લોકો અેક દિવસ મંજૂર ની પાડી ને આધાર કાર્ડ ની કામગીરી ન થતાં લોકો નારાજ થઈને ઘેર જાવુ પડીયુ હતુ...


આ કાર્યક્રમમાં ઉપસ્થિત જાફરાબાદ ના મામલતદાર શ્રી ચાવડા સાહેબ નાયબ મામલતદાર શ્રી ગોહિલ સાહેબ જાફરાબાદ પી.જી.વી.એલ. શ્રી સોલંકી સાહેબ જીલ્લા પંચાયતના સદસ્ય શ્રી પુનાભાઈ ભીલ હરેશભાઈ મકવાણા વારાહસ્વરૂપ ના સામાજિક કાર્યકર ભરતભાઈ શિયાળ સરપંચ સાદુળભાઈ બારૈયા, અનકભાઈ સાંખટ, ચંદુભાઈ બાંભણીયા, પ્રવિણભાઈ બાંભણીયા, હેમુભાઈ શિયાળ, ઉપ સરપંચ માલાભાઈ ચાવડા  આગેવાન છનાભાઈ બારૈયા  તલાટી ક્રમ મંત્રીઓ આંગણવાડી બહેનો આશા બહેનો સહિત ના સ્ટાફ દ્રારા જહેમત ઉઠાવી સફળ કામ ગીરી કરવા મા આવી હતી ...


આઠ ગામના લોકો એ સેવા સેતુ કાર્યક્રમ બહોળી સંખ્યામા લાભ લીધો હતો...


શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..