Back

ડબલ મર્ડર કેસના આરોપી ને ગણતી ની કલાકો માં પકડી પાડતી અમરેલી પોલીસ

અમરેલી શહેરમાં બનવા પામેલ ડબલ મર્ડરના ગુન્‍હાના મુખ્ય આરોપીઓને ગણત્રીના કલાકોમાં પકડી પાડતી અમરેલી પોલીસ


💫 ગુન્‍હાની વિગતઃ-

અમરેલી નગરપાલિકા તથા અમરેલી જીલ્‍લા ટ્રાફિક પોલીસ દ્વારા અમરેલી શહેરમાં રોડ ઉપર રખડતા ગાયો, ભેંસો જેવા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, આ ઝુંબેશમાં ફરિયાદી ભાવેશભાઇ વશરામભાઇ ત્રાડ, ઉં.વ.૨૩, રહે.અમરેલી, જીવાપરા, સોમનાથ મંદિર તથા ગોવિંદભાઇ રામભાઇ ત્રાડ તથા કરશનભાઇ નનુભાઇ મકવાણા વિ. જોડાયા હતા અને તેઓએ રખડતા ઢોર પકડવાની કામગીરી કરેલ હતી. આ વાતનું મનદુઃખ રાખી, પાંચાભાઇ ઉર્ફે પાંચુભાઇ ભીખુભાઇ રાતડીયા, રહે.અમરેલી વાળાએ તેમના ભરવાડ સમાજના વોટ્સએપ ગૃપમાં વોઇસ મેસેજથી ગાળો આપેલ હોય, જેથી ભરવાડ સમાજમાં માલ-ઢોર રખડતા નહીં મુકી દેવા અને આવા રખડતા માલ-ઢોરથી ગંભીર અકસ્‍માતો સર્જાતા હોય, તે અંગે સમાજમાં જાગૃતિ આવે અને રખડતા માલ-ઢોરને પાંજરાપોળમાં મોકલવા સહકાર આપવા માટે ગઇ કાલ તા.૧૦/૧૧/૨૦૧૯ ની રાત્રે અમરેલી જીવાપરામાં મચ્‍છુમાંની વાડીએ એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જે મીટીંગમાં ફરિયાદી તથા આરોપી પક્ષના માણસો ભેગા થયેલ ત્યારે આરોપીઓએ એકસંપ કરી, સમાન ઇરાદે લાકડીઓ, લોખંડના પાઇપ, છરીઓ વિ. હથિયારો વડે ફરિયાદી તથા સાહેદો પર જીવલેણ હુમલો કરી, ભાવેશભાઇ વશરામભાઇ ત્રાડને માથામાં લોખંડનો પાઇપ મારી જીવલેણ ઇજા કરી તથા કરશનભાઇ નનુભાઇ ત્રાડ (મકવાણા)ને પડખાના ભાગે છરીનો ઘા મારી દેતાં રાજકોટ હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન મરણ પામેલ. અને ગોવિંદભાઇ રામભાઇ ત્રાડને છાતીમાં છરી મારી દેતાં મરણ પામેલ અને અન્ય સાહેદોને ઇજા કરેલ હોય, ભાવેશભાઇ વશરામભાઇ ત્રાડની ફરિયાદ પરથી સુરાભાઇ વાઘાભાઇ રાતડીયા, રહે.અમરેલી વિ. કુલ ૧૩ આરોપીઓ વિરૂધ્‍ધ અમરેલી સીટી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૯૪/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦(બી), ૩૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ડબલ મર્ડર નો ગુન્‍હો રજી. થયેલ.


💫 અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ આ પ્રકારના ગંભીર ગુન્‍હામાં ગુન્‍હાવાળી જગ્યાની વિઝીટ કરી, ગુન્‍હાની વિગતોનો જીણવટભરી રીતે અભ્યાસ કરી, અમરેલી એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્‍કોડ, અમરેલી શહેર તથા તાલુકા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ગુન્‍હાના આરોપીઓને સત્વરે ઝડપી લેવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે ગુન્‍હો બન્યાના ગણત્રીના કલાકોમાં નીચે જણાવ્યા મુજબના મુખ્ય પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે.


💫 પકડાયેલ આરોપીઓઃ-  

1⃣ સુરા વાઘાભાઇ રાતડીયા

2⃣ રામકુ વાઘાભાઇ રાતડીયા

3⃣ કરશન વાઘાભાઇ રાતડીયા

4⃣ જાગાભાઇ ઉર્ફે ગુણાભાઇ ભગુભાઇ રાતડીયા

5⃣ ધર્મેન્‍દ્ર જાગાભાઇ ઉર્ફે ગુણાભાઇ રાતડીયા, રહે.તમામ અમરેલી.


💫સદરહું જુથ અથડામણના બનાવમાં આરોપી હાજાભાઇ વાઘાભાઇ રાતડીયાને પણ ઇજા થયેલ હોય, તે હાલ અમરેલી સિવિલ હોસ્‍પિટલમાં પ્રિઝનર વોર્ડમાં સારવાર હેઠળ છે. અને તેની ફરિયાદ પરથી મેપાભાઇ રામભાઇ જોગસ્વા, રહે. અમરેલી વિ. ૭ આરોપીઓ વિરૂધ્‍ધ અમરેલી સીટી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૯૫/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૨૪, ૩૨૨, ૫૦૪, ૫૦૬(ર), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્‍હો રજી. થયેલ છે. જે ગુન્‍હાના કામે પણ બે આરોપીઓ 

1⃣ મેપા રામભાઇ જોગસ્‍વા, રહે.નાના આંકડીયા, તા.જી.અમરેલી  

2⃣સુરા કાળાભાઇ મકવાણા, રહે.અમરેલી વાળાઓને ઝડપી લેવામાં આવેલ છે. બંને ગુન્‍હાની તપાસ અમરેલી સીટી પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ.શ્રી.વી.આર.ખેર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. વધુ કોઇ અનિચ્‍છનીય બનાવ બનવા ન પામે તે માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત રાખવામાં આવેલ છે.

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..