Back

અને અંતે હત્યાનો ભેદ ઉકેલ તિ પોલીસ


*રાજુલા તાલુકાના કુંભારીયા ગામે કુવામાંથી મળેલ યુવકની લાશ અંગે નોંધાયેલ હત્યાના ગુન્‍હાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.*


💫 ગઇ તા.૧૩/૧૧/૨૦૧૯ ના રોજ ચેતનભાઇ છનાભાઇ સોલંકી, ઉં.વ.૨૬, ધંધો.મજુરી, રહે.કુંભારીયા, તા.રાજુલા, જી.અમરેલી વાળાએ જાહેર કરેલ કે, પોતાના મોટા ભાઇ *ભીખાભાઇ છનાભાઇ સોલંકી, ઉં.વ.૨૯, રહે.કુંભારીયા, તા.રાજુલા* વાળા ગઇ તા.૧૦/૧૧/૨૦૧૯ ના સાંજના સાતેક વાગ્યે ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાંક જતા રહેલ અને ઘરે પાછા નહીં આવતાં પોતાના ભાઇ અંગે પોતાના સગા સબંધીઓ તથા મિત્રોમાં તપાસ કરતાં કોઇ ભાળ મળેલ નહીં અને ઘરમેળે તપાસ શરૂ રાખતાં તા.૧૩/૧૧/૨૦૧૯ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યે *કુંભારીયા ગામની સીમમાં આવેલ અનંતરાય હરિશંકર જોષીની વાડીના કુવામાંથી* પોતાના ભાઇ ભીખાભાઇ છનાભાઇ સોલંકીની લાશ મળી આવેલ હતી. જે જાહેરાત પરથી પ્રથમ *ડુંગર પો.સ્‍ટે. અકસ્‍માત મોત નંબર ૦૩/૨૦૧૯, CRPC કલમ ૧૭૪* મુજબનો બનાવ રજી. થયેલ.


💫 બાદ મરણ જનાર ભીખાભાઇ છનાભાઇ સોલંકીની લાશ કોહવાઇ ગયેલ હોય, લાશને પી.એમ. માટે ભાવનગર મેડીકલ કોલેજમાં મોકલી આપેલ અને ભાવનગર મેડીકલ કોલેજમાં પી.એમ. દરમ્‍યાન મરણ જનાર ભીખાભાઇ છનાભાઇ સોલંકીને *બોથડ પદાર્થ મારી મોત નિપજાવેલ હોવાનું જણાઇ આવતાં* ચેતનભાઇ છનાભાઇ સોલંકી, રહે.કુંભારીયા વાળાએ કોઇ અજાણ્યા માણસે કોઇ કારણોસર પોતાના મોટા ભાઇ ભીખાભાઇ છનાભાઇ સોલંકીને માથામાં બોથડ પદાર્થના ઘા મારી મોત નીપજાવી લાશને કુવામાં ફેંકી દીધેલ હોવાની ફરિયાદ આપતાં તા.૧૪/૧૧/૨૦૧૯ ના રોજ અજાણ્યા આરોપી વિરૂધ્‍ધ *ડુંગર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૯/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧, જી.પી.એક્ટ કલમ ૧૩૫* મુજબનો ગુન્‍હો રજી. થયેલ હતો.  


💫 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ ઉપરોક્ત ખુનનો ગુન્‍હો અનડીટેક્ટ હોય, ગુન્‍હાની વિગતોનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી, ખુન જેવા ગંભીર પ્રકારના ગુન્‍હાને ડીટેક્ટ કરવા *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી તથા ડુંગર પો.સ.ઇ.શ્રી.એન.જી.સોલંકી તથા મરીન પીપાવાવ પો.સ.ઇ. શ્રી.એસ.આર.શર્મા* ની *અલગ અલગ ટીમો* બનાવી  જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને મરણ જનાર યુવકના મિત્રો, સબંધીઓ તથા પરિચિતોની પુછપરછ કરી યુવકની હત્યા પાછળનું કારણ અને અજાણ્યા આરોપીને શોધી કાઢવા સઘન પ્રયત્‍નો હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્‍યાન અંગત બાતમીદાર તથા ટેક્નીકલ સોર્સ મારફતે જાણવા મળેલ કે મરણ જનાર યુવકને પરણિત યુવતી સાથે પ્રેમ સબંધ હોય જે સબંધો તેના મોત પાછળ કારણભુત હોવાની ચોક્કસ માહિતી મળતાં આ અંગે ખાનગી રીતે તપાસ હાથ ધરતાં મરણ જનારને તેના જ ગામની પરણિત યુવતી સાથે પ્રેમ સબંધો હોવાની હકીકત મળતાં આ યુવતીના પતિ અને શકદાર પ્રવિણ ભુરાભાઇ ડાબસરા તથા તેના મિત્ર ભાવેશ નરશીભાઇ બારૈયાને રાઉન્‍ડઅપ કરી તેમની પુછપરછ કરતાં તે બંનેએ મળીને ભીખાભાઇ છનાભાઇ સોલંકીને માર મારી તેનું ખુન કરી નાંખી તેની લાશને કુવામાં ફેંકી દીધેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.


💫 *તપાસ દરમ્‍યાન ખુલવા પામેલ હકીકતઃ-*

મરણ જનાર ભીખાભાઇ છનાભાઇ સોલંકીને તેના જ ગામના અને મિત્ર એવા પ્રવિણ ભુરાભાઇ ડાબસરાની પત્‍ની સાથે પ્રેમ સબંધ હતો. જે વાતની તેણીના પતિ પ્રવિણ ભુરાભાઇ ડાબસરાને ખબર પડી જતાં પ્રવિણ ભુરાભાઇ ડાબસરા તથા મરણ જનાર ભીખાભાઇ છનાભાઇ સોલંકી વચ્‍ચે ઝગડો પણ થયેલ હતો. ત્યારથી પ્રવિણ ભુરાભાઇ ડાબસરાએ ભીખાભાઇ છનાભાઇ સોલંકીને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરેલ અને પોતાનો આ ઇરાદો પાર પાડવા તેણે પોતાના મિત્ર એવા ભાવેશ નરશીભાઇ બારૈયા, રહે.કુંભારીયા, તા.રાજુલા વાળા સાથે મળીને ગઇ તા.૦૯/૧૧/૨૦૧૯ ના રોજ ભીખાભાઇ છગનભાઇ સોલંકીનું કાસળ કાઢી નાંખવાનું કાવતરૂં ઘડેલ. અને આ કામને અંજામ આપવા માટે પ્રવિણે ભાવેશને લાકડાનો ધોકો આપેલ.


💫અગાઉ થયેલ પ્‍લાનીંગ મુજબ ગઇ તા.૧૦/૧૧/૨૦૧૯ ના રોજ બપોરે પ્રવિણ મરણ જનાર ભીખાભાઇને પીવડાવવા માટે દારૂ લઇ આવેલ અને કોડવર્ડમાં ભાવેશને કહેલ કે ‘‘પેટ્રોલ લઇ જા’’ એટલે ભાવેશ પ્રવિણ પાસેથી દારૂ લઇ ગયેલ અને દારૂ તથા લાકડાનો ધોકો અગાઉથી જ ભાવેશ અનંતભાઇ જોષીની વાડીએ નક્કી કરેલ જગ્યાએ મુકી આવેલ. અને સાંજનાં સાત સાડા સાતેક વાગ્યે મરણ જનાર ભીખાભાઇ પોતાના ઘર પાસે હાજર હતો ત્યારે ભાવેશ તેની પાસે ગયેલ અને તેને દારૂ પીવાનું કહી કુંભારીયા ગામની સીમમાં આવેલ અનંતભાઇ જોષીને વાડી લઇ આવેલ. અને નીકળતી વખતે ભાવેશે પ્રવિણને ફોન કરી કહેલ કે ‘‘આજે પ્રોગ્રામ છે’’ આમ કહી, આજે ગુન્‍હાને અંજામ આપવાનું છે તેમ નક્કી કરી નાંખેલ. પછી ભાવેશે આ ભીખાભાઇને વાડીએ લઇ જઇ દારૂ પીવડાવેલ આ દરમ્‍યાનમાં પ્રવિણ જે કુવા ગાળવાની મજુરીએ ગયેલ હતો તે તેના ઘરે આવી મોબાઇલ ફોન ઘરે મુકી વાડીએ ગયેલ અને ભાવેશ ભીખાભાઇને દારૂ પીવડાવતો હતો, તે વખતે રાતનાં આઠેક વાગ્યાના અરસામાં પ્રવિણ ભુરાભાઇ ડાબસરાએ અગાઉ મુકી રાખેલ ધોકો લઇ આ ભીખાભાઇને પાછળથી માથામાં બે ઘા મારતા ભીખાભાઇ જમીન ઉપર પડી ગયેલ અને પછી ધોકાનો એક ઘા ભાવેશે પણ કરતા ભીખાભાઇના માથામાંથી લોહી નિકળવા લાગેલ અને ભીખાભાઇ મરણ પામતાં પ્રવિણ તથા ભાવેશે આ ભીખાભાઇને પ્લાસ્ટીકના સોફાળ (કંતાન)માં સુવડાવી, ટીંગાટોળી કરી, વાડીનાં કુવામાં નાંખી દીધેલ. અને આ બનાવની જગ્યાએ પાણીની પ્‍લાસ્‍ટીકની પાઇપ લોહી વાળી થયેલ હોય તે વાડીએ જ સળગાવી દીધેલ અને પછી પ્રવિણ તથા ભાવેશ લાકડાનો ધોકો તથા પ્લાસ્ટીકનું સોફાળ(કંતાન) લઇ પોતાના કાકા ચીથરભાઇ ભાણાભાઇએ ફાર્મે રાખેલ વાડીએ જતા રહેલ. આ વાડીએ આ પ્લાસ્ટીકની નું સોફાળ (કંતાન) તથા લાકડાનો ધોકો સળગાવી નાખેલ અને પછી બન્ને પોત-પોતાના ઘરે જતા રહેલ હોવાની પોલીસ પાસે આપેલ કબુલાત આપેલ છે.  


💫 *પકડાયેલ આરોપીઓઃ-*  

1⃣ પ્રવિણ ભુરાભાઇ ડાબસરા, ઉ.વ.૩૫, ધંધો મજુરી, રહે.કુંભારીયા, બસ સ્ટેન્ડ પાસે, તા.રાજુલા, જી.અમરેલી

2⃣ ભાવેશ નરશીભાઇ બારૈયા, ઉં.વ.૨૨, ધંધો ખેતી, રહે.કુંભારીયા, નદીકાંઠે, તા.રાજુલા, જી.અમરેલી  


💫આમ, યુવકની હત્યા કરી લાશ કુવામાં નાંખી દઇ આરોપીઓએ ગુન્‍હા પર પડદો પાડી દીધેલ હોય, આ વણશોધાયેલ હત્યાનો ભેદ ઉકેલવામાં અમરેલી પોલીસે સફળતા મેળવેલ છે. *આગળની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્‍સ. શ્રી.એસ.એન.ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.*   


💫આ કામગીરી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ.શ્રી.આર.કે.કરમટા, પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી, ડુંગર પો.સ.ઇ. શ્રી.એન.જી.સોલંકી તથા એલ.સી.બી. ટીમ અને ડુંગર પોલીસ* દ્વારા કરવામાં આવેલ છે.

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..