Back

બોલો લ્યો દામનગર માં ગાંજા ની ખેતી

દામનગર ના સુવાગઢ ની સીમ માં થી પાંચ વિધા કરતા વધુ જમીન પર ગાંજા નું વાવેતર સાથે ચાર આરોપી ને રૂપિયા ૮૯.૫૫.૭૬૫ ના નશીલા દ્રવ્યો ના કારોબાર નારકોટિક્સ સહિત ની જોગવાઈ હેઠળ અટક

દામનગર પો.સ્‍ટે. વિસ્‍તારના સુવાગઢ ગામની સીમમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરેલ ખેતર શોધી કાઢી લીલા ગાંજા તથા ગાંજાના બિયારણ સહિત કુલ રૂ.૮૯,૫૫,૭૬૫/- ની કિંમતનો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી પોલીસ  ગુજરાત સરકારના ગૃહ વિભાગ તેમજ પોલીસ મહાનિદેશક સાહેબશ્રી ગુ.રા.ગાંધીનગરનાઓએ ગુજરાત રાજ્યમાં કેફી પદાર્થોની ગેરકાયદેસર થતી હેરા-ફેરી તથા વેચાણ અટકાવી, ગુજરાતના યુવાધનને બરબાદીના રસ્‍તે ધકેલાતું અટકાવવા માટે ઝુંબેશના ભાગ રૂપે કેફી પદાર્થોની હેરા-ફેરી, વેચાણ વિ. પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ઇસમો ઉપર સખ્ત રીતે કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હોય જે અન્‍વયે *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્‍લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતાં ઇસમોને પકડી પાડી યુવાધનને બરબાદ થતું રોકવા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને *અમરેલી એસ.ઓ.જી. ઇ.ચા. પોલીસ ઇન્‍સ. શ્રી.સી.જી.જોષી તથા પો.સ.ઇ.શ્રી.એમ.એ.મોરી તથા દામનગર પો.સ.ઇ. શ્રી.જી.ડી.આહીર* નાઓએ દામનગર પો.સ્ટે. વિસ્તારના સુવાગઢ ગામની ચૌદસીયો તરીકે ઓળખાતી સીમમાંથી ગેરકાયદેસર ગાંજાનું વાવેતર પકડી પાડેલ છે.



બાતમી રાહે હકીકત મળેલ કે લખમણભાઇ રાણાભાઇ ગોલેતર રહે. જલાલપુર, તા.ગઢડાવાળાએ પોતાના દામનગર પો.સ્ટે. વિસ્તારના સુવાગઢ ગામની સીમમાં ચૌદસીયો તરીકે ઓળખાતી સીમમાં પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલ છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં ખેતરના કુલ *પ વિઘા અને ૧૪ વસાના ક્ષેત્રફળમાં ગાંજાનું ગેરકાયદેસર રીતે વાવેતર કરેલ* મળી આવેલ અને આ સ્‍થળેથી ગાંજાનું વાવેતર કરનાર ખેતરના માલિક તથા તેના દિકરાઓ હાજર મળી આવતાં તેમને અટક કરી તેમના વિરૂધ્‍ધ *દામનગર પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૬૨/૨૦૧૯, એન.ડી.પી.એસ એક્ટ કલમ ૨૦(એ), ૨૦(બી), ર (સી), ૨૫ (એ)* મુજબ ગુન્‍હો રજી. કરી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.     



 *પકડાયેલ આરોપીઓઃ–*


1⃣ લખમણભાઇ રાણાભાઇ ગોલેતર, ઉ.વ.૮૦, ધંધો.ખેતી રહે.સુવાગઢ તા.લાઠી


2⃣ ઓધવજીભાઇ લખમણભાઇ ગોલેતર, ઉ.વ.૫૨, ધંધો.ખેતી રહે.સુવાગઢ,તા.લાઠી


3⃣ જગદીશભાઇ લખમણભાઇ ગોલેતર, ઉ.વ.૪૨, ધંધો.ખેતી રહે.સુવાગઢ તા.લાઠી


4⃣ નકળંગ લખમણભાઇ ગોલેતર, ઉ.વ.૩૮, ધંધો.પ્રા.નોકરી રહે.સુવાગઢ તા.લાઠી



💫 *કબ્જે કરેલ મુદ્દામાલઃ-* 


નાના મોટા કાચા – પાકા લીલા ગાંજાનાં છોડ નંગ-૨૫,૩૭૪, જેમાં ગાંજો વજન ૧૬૪૬.૫૭૭ કિ.ગ્રામ જેની કિંમત રૂ.૮૨,૩૨,૮૮૫/- તથા ગાંજાનું બિયારણ ૧૨૦.૪૮૦ કિ.ગ્રામ જેની કિં.રૂ.૭,૨૨,૮૮૦/- મળી *કુલ કિં.રૂ.૮૯,૫૫,૭૬૫/-* 

💫 આ કામગીરી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એસ.ઓ.જી. ઇ.ચા. પોલીસ ઇન્‍સ. શ્રી.સી.જી.જોષી તથા પો.સ.ઇ. શ્રી.એમ.એ.મોરી તથા દામનગર પો.સ.ઇ. શ્રી.જી.ડી.આહીર તથા એસ.ઓ.જી. ટીમ અમરેલી* દ્વારા કરવામાં આવેલ છે.


રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..