Back

જાફરાબાદના બાબરકોટ ગામે વિકાસલક્ષી કામગીરી ફરી શરૂઆત

ન્યુજ

અમરેલી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા નાં બાબરકોટ ગામે વિકાસલક્ષી કામગીરીની ફરીવાર ખૂબ જ ઝડપી શરૂ કરી દેવામાં આવેલ છે...

          

         આજ રોજ બાબરકોટ ગામે ઢૉરા શેરી વિસ્તાર મા આવેલ બાપા સીતારામ શેરી થી નનાંભાઈ જાદવના ડેલા સુધીનો અધુરો રહેલ પેવીંગ  બ્લોક રોડ નું ખાત મુહરત નાના બાળકો હાથે કરવામાં આવ્યું હતું

 

           રોડનાં ખાત મુહરત દરમ્યાન  અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા નાં બાબરકોટ ગામનાં અમરેલી જિલ્લાના સૌથી નાની વયનાં  યુવા ઉપસરપંચશ્રી તથા હાલ બાબરકોટ ગ્રામ પંચાયતનાં સરપંચ નો ચાર્જ સંભાળી રહેલ સરપંચ શ્રીમતિ હેતલબેન પ્રવીણભાઈ બાંભણીયા ,


 યુવા સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ, માજી સરપંચશ્રી કરશનભાઈ પરમાર, પ્રવીણભાઈ બાંભણીયા,

 

સભ્યશ્રી બીજલભાઈ સાંખટ, બચુભાઈ સાંખટ , વીરાભાઈ સાંખટ , જયતિભાઈ શિયાળ, દિનેશભાઈ શિયાળ ,ભિમજીભાઈ મકવાણા, પાતાભાઈ વાળા,દેવાભાઈ ચાવડા, 


યુવા સભ્યશ્રી દિનેશભાઈ બચુભાઈ સાંખટ સહીત નાં તમામ બાબરકોટ ગ્રામ પંચાયત નાં તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ બહોળી સંખ્યા મા ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં........


   રોડનું ખાત મુહરત દરમ્યાન તેં વિસ્તારમાં રહેતાં નનાભાઈ કવાડ, ગોબરભાઈ ભાલિયા, પ્રવિણભાઈ 

કવાડ , ધનજી પરમાર,

 

ભાણાભાઈ શિયાળ, રાજુભાઈ બાંભણીયા તેમજ કનુભાઈ હકાભાઈ સાંખટ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.......

       

જ્યારે  સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ તથા સરપંચ નો ચાર્જ સંભાળેલ સરપંચશ્રી પ્રવિણભાઈ  મૂંજાભાઈ બાંભણીયા દ્રારા જણાવ્યુ હતુ કે..... 


આગામી ટૂંક સમયમા બાકી રહેલ ગામના તમામ રસ્તાઓનાં કામો ખૂબ જ ઝડપથી પૂરા કરવાનો અમારો પ્રયત્ન રહેશે. 


તેમજ ગામનાં વિકાસ નાં કામો કરવામાં ગ્રામજનોનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે તેં બદલ સમસ્ત ગ્રામ લોકોનો આભાર માન્યો હતો...


શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..