Back

જાફરાબાદના બાબરકોટ ગામે વિકાસલક્ષી કામોની ફરી પુર જડપથી શરૂઆત કરવામાં આવી છે

ન્યુજ

અમરેલી


અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા નાં બાબરકોટ ગામે વિકાસલક્ષી કામગીરીની ફરીવાર ખૂબ જ ઝડપી શરૂ થઈ...

          

         આજ રોજ બાબરકોટ ગામે ગાયોનાં ગોદરા થી લઈને પ્રવિણભાઈ  સોલંકીનાં ઘર સુધીનો અધુરો રહેલ સ્મશાન ગૃહ તરફ જતાં માર્ગમા બ્લોક પેવીંગ નું કામ  તેમજ લાંબી શેરી વિસ્તાર મા આવેલ સુખાભાઈ  કડવાભાઈ સાંખટની દુકાન થી ચૌહાણ બાબુભાઈનાં ઘર સુધી સી.સી.રોડ એમ બે રોડનાં ખાર્ત મુહરત કરવામાં આવેલ ...

 

           બન્ને રોડનાં ખાર્ત મુહરત દરમ્યાન  અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા નાં બાબરકોટ ગામનાં અમરેલી જિલ્લાના સૌથી નાની વયનાં  યુવા ઉપસરપંચશ્રી તથા હાલ બાબરકોટ ગ્રામ પંચાયતનાં સરપંચ નો ચાર્જ સંભાળી રહેલ સરપંચ શ્રીમતિ હેતલબેન પ્રવીણભાઈ બાંભણીયા , યુવા માજી સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ, માજી સરપંચશ્રી કરશનભાઈ પરમાર, પ્રવીણભાઈ બાંભણીયા,

 સભ્યશ્રી બીજલભાઈ સાંખટ, બચુભાઈ સાંખટ , સભ્યશ્રી વીરાભાઈ હમીરભાઈ સાંખટ , જયતિભાઈ શિયાળ, દિનેશભાઈ શિયાળ ,ભિમજીભાઈ મકવાણા, પાતાભાઈ વાળા,દેવાભાઈ ચાવડા તેમજ ટૂંક સમય પહેલા જ ચૂંટાયેલા નવયુક્ત યુવા સભ્યશ્રી દિનેશભાઈ બચુભાઈ સાંખટ સહીત નાં તમામ બાબરકોટ ગ્રામ પંચાયત નાં તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં... 


તેમજ બહોળી સંખ્યા મા ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં...


   રોડનું ખાર્ત મુહરત થતાની સાથે જ તેં વિસ્તારમાં રહેતાં  લોકો દ્વારા પોતાની જાત મહેનતે રસ્તા પર નડતરરૂપ બાવળ,ઉકરડા,ઓટલીઓ, વગેરે દૂર કરીને મદદરૂપ થયા હતા...


       જ્યારે પૂર્વ સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ તથા સરપંચ નો ચાર્જ સંભાળેલ સરપંચશ્રી પ્રવિણભાઈ  મૂંજાભાઈ બાંભણીયા દ્રારા જણાવ્યુ હતુ કે  આગામી ટૂંક સમયમા બાકી રહેલ ગામના તમામ રસ્તાઓનાં કામો ખૂબ જ ઝડપથી પૂરા કરવાનો અમારો પ્રયત્ન રહેશે. તેમજ ગામનાં વિકાસ નાં કામો કરવામાં ગ્રામજનોનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે તેં બદલ તમામ ગ્રામજનોનો આભાર માનવામાં આવ્યો હતો....

      

        બાબરકોટ ગામે વિકાસલક્ષી કામો ખૂબ જ ઝડપથી થતા હોવાંથી ગ્રામજનોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો...

તેમજ ગ્રામજનો દ્રારા બાબરકોટ ગ્રામ પંચાયત ને અભિનંદન આપ્યાં હતાં...



શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..