Back

જાફરાબાદ વિસ્તાર માંથી જુગાર ઝડપાયો

*જાફરાબાદ તાલુકાના ઘેસપુર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ સહિત કુલ રૂ.૮૯,૨૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી ટીમ*


💫 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૧૫/૧૧/૨૦૧૯ ની રાત્રે જાફરાબાદ તાલુકાના ઘેસપુર ગામે આવેલ ડુંગરડી સીમમાં દિલુભાઇ બદરૂભાઇ વરૂની વાડી પાસે પડતર બીડમાં જાહેરમાં અમુક ઇસમો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટાની રાહબરી નીચે પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા પાંચ ઇસમો પકડાઇ ગયેલ અને બે ઇસમ નાસી ગયેલ હોય જે તમામ આરોપીઓ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને નાગેશ્રી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.


💫 *જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમોઃ-*

1⃣ દિલુભાઇ બદરૂભાઇ વરૂ, ઉં.વ.૪૨, રહે.ઘેસપુર, તા.જાફરાબાદ  

2⃣ મહેશ અમરૂભાઇ વરૂ, ઉં.વ.૩૨, રહે.નવી જીકાદ્રી, તા.જાફબાદ

3⃣ ઉમેશ ભવનભાઇ વરૂ, ઉં.વ.૩૧, રહે.ઘેસપુર, તા.જાફરાબાદ

4⃣ રાકેશ ભીમાભાઇ વાઘેલા, ઉં.વ.૨૬, રહે.રોહીસા, તા.જાફરાબાદ

5⃣ ભગવાન ઉર્ફે કટો મનજીભાઇ જેઠવા, ઉં.વ.૪૦, રહે.શાણાવાંકીયા, તા.ગીરગઢડા, જી.ગીરસોમનાથ



💫 *રેઇડ દરમ્‍યાન નાસી ગયેલ ઇસમઃ-*

6⃣ સલીમ ઇસુબભાઇ, રહે.કડીયાળી, તા.રાજુલા.

7⃣ જોગુ બાપુભાઇ પરમાર, રહે.ગાંગડા, તા.ઉના, જી.ગીરસોમનાથ


💫 *પકડાયેલ મુદામાલઃ-*

 રોકડા રૂ.૫૬,૭૩૦/- તથા મોબાઇલ નંગ ૬, કિ.રૂ.૧૭,૫૦૦/- તથા મોટર સાઇકલ નંગ-૧, કિં.રૂ.૧૫,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/- મળી *કુલ કિં.રૂ.૮૯,૨૩૦/- નો મુદ્દામાલ.*


💫 આ કામગીરી *પોલીસ અધિક્ષક સા.શ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..