Back

રાજુલા શહેરમાં સુરક્ષા હેતુ કાયદાકીય વર્કશોપનું આયોજન

રાજુલામા બાળકોની સુરક્ષા હેતુ યોજનાકીય અને કાયદાકીય વર્કશોપનુ આયોજન


અમરેલી જીલ્લા બાળ સુરક્ષા સમિતિના સભ્ય ડો.હિતેશભાઈ હડિયા, ઈ.ચાર્જ જીલ્લા બાળ સુરક્ષા અધિકારી ભાવેશભાઈ ભાડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરિયાના અધ્યક્ષ સ્થાને જીલ્લા બાળ સુરક્ષા એકમ અમરેલી દ્વારા તાલુકા હેલ્થ કચેરી રાજુલાના સકલનમાં બાળકોની સુરક્ષા સંબઘી યોજનાકીય અને કાયદાકીય વર્કશોપ યોજાયો.જેમા બાળ મજૂરી અને બાળ લગ્ન અટકાવવા, બાળકોને થતા અન્યાય સામે લડવા,બાળકોની જાતીય સતામણીની માહિતી કે શોષણ સામે અવાજ ઉઠાવવા જેવી માહિતી માટે ચાઈલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮ પર જાણ કરવી.બાળકોની આપતિ કે કટોકટીના સમયે ફોન ન.૧૦૦ ઉપર જાણ કરી શકાય છે.દત્તક ઇચ્છુક માતા પિતા ઓનલાઈન નોંધણી કરાવી શકે છે.તેમજ બાળ મજુર(નિયમન અને નાબુદી)અધિનિયમ ૧૯૮૬,જુવેનાઇલ જસ્ટિસ એકટ ૨૦૧૫,બાલગ્ન સબંધિત અધિનિયમ ૨૦૦૬,પોકસો એકટ ૨૦૧૨ અને સંકલિત બાળ સુરક્ષા યોજના વિશે વિગતવાર માહિતી પ્રોટેક્શન ઓફીસર ભાવેશભાઈ ભાડ,પીયૂષભાઈ જોટગિયા અને સંજયભાઈ રાજકોટિયા દ્વારા આપવામા આવેલ તેમજ ડો.હિતેશભાઈ હડિયા દ્વારા યોજનાકીય માહિતી તેમજ હાજર રહેલા ૧૫૦થી વધારે કર્મચારીઓને આ યોજના બાબતે માહિતગાર કર્યા તેમજ લોકોના સાથ થકી સેવાડાના માનવીની પરેશાની દૂર કરવા આહવાન કરેલ.જેમા ડો.મયુર ટાંક,ડો.ડી.સી.મકવાણા,ડો.જયકાન્ત પરમાર,સંજયભાઈ દવે,આરબીએસકે ડોકટરો,નર્સ બહેનો,ભાઈઓ અને આશા બહેનો હાજર રહેલ જે યાદીમા જણાવેલ છે.

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..