Back

રાજુલા માર્કેટિંગ યાડ માં ખેડૂતો થયા એકત્રિત

રાજુલા માર્કેટિંગ યાડ માં આજ  રોજ ખેડુત હિત રક્ષક સમિતિ અને કિસાન કોંગ્રેસના નેજા હેઠળ હજારો ખેડૂતો એકત્રિત થયા


 રાજુલાના ખેડૂતપુત્ર ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાની ઉપસ્થિતમાં ટાઢો રોટલો, ખાટી છાસ, ડુંગરીનો દળો, તીખું તમતમતું મરચાંનું સામૂહિક ભોજન કરી વાઈબ્રન્ટ ગુજરાતમાં એક ટકના ભોજન માટે પીરસાતી થાળી રૂપિયા 6000ની કિંમતની આરોગતા સત્તાધીશોને જડબાતોડ જવાબ આપવા, 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાના સપના દેખાડતા સત્તાધીશોને ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિના દર્શન કરાવવા ખેડૂતો સૌ સાથે મળીને આ સરકારને જગાડવા અને ખેડૂતોની વિકાસની ગતિ અવળી દિશામાં જઈ રહી છે તેનું ભાન કરાવવા એક અનોખો કાર્યક્રમમાં યોજાયો જેમાં ખેડૂતો નો મુખ્ય મુદ્દો પાક વીમા માટેનો હતો  કપાસ તેમજ સિંગ ના ભાવ પુરા મળવા વિગેરે માંગણી સાથે હજારો ખેડૂતો એકત્રિત થએલ સાથે સાથે ખેડૂતો એ  રાજુલા ના ડેપ્યુટી કલેકટર સાહેબ ને આવેદન પત્ર પાઠવેલ


યોગેશ કાનાબાર

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..