Back

આણંદ જિલ્લામાં ૨૪ ખેડૂતોનુ સન્માન કરાયું

પશુઓને ૪૫૦૫ ગળસુંઢા રસીકરણ અને ૨૬૩૬ પશુઓને  સારવાર અપાઇ

આણંદ જિલ્લામાં યોજાયેલ ખરીફ કૃષિ મેળામાં  ૨૪ ખેડૂતોને  સન્માનિત કરાયા અને ખેડૂતોને રૂા.૧,૬૫,૦૦૦/- સહાયનું વિતરણ કરાયું  કૃષિમહોત્સવ વર્ષ ૨૦૧૯ અંતર્ગત તા; ૧૭/૦૬/૨૦૧૯ ના રોજ આણંદ જિલ્લાના આઠેય તાલુકામાં ‘’પશુ સારવાર કેમ્પ અને પશુ સારસંભાળ માટે માર્ગદર્શન’’ નું આયોજન આઠેય તાલુકાના કૃષિ મહોત્સવના ગામમાં કરવામાં આવ્યુ. આ  કૃષિ મહોત્સવમાં પશુપાલન ખાતા તરફથી પશુપાલન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતુ. આણંદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામક  ડૉ.સ્નેહલ પટેલના નેતૃત્વમાં  પશુ ચિકિત્સકોદ્વારા આ કામગીરી પાર પાડવામાંઆવી હતી જેમાં પશુપાલકોને પ્રદર્શન દ્વારા પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાની માહિતી આપવામાં આવેલ હતી.

આ ઉપરાંત પશુપાલકોને આદર્શ પશુપાલન તથા સ્વચ્છ દુધ ઉત્પાદનની પુસ્તિકા તેમજ પશુપાલન માટે ઉપયોગી માહિતીના પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવેલ હતુ.તેમજ પશુઓમાં થતા જીવલેણ રોગ ગળસુંઢા વિરોધી રસીકરણનું કુલ લગભગ ૪૫૦૫ જેટલાં પશુઓને વિનામુલ્યે ગળસુંઢા વિરોધી રસી મુકવામાં આવેલ હતી.

પશુપાલકોને પશુઓ માટે જરૂરી ઘસચારાની કીટનું પણ સદર કૃષિમહોત્સવમાં વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના અંતર્ગત આણંદ જિલ્લાના એક લાભાર્થીશ્રી અનિલભાઇ પટેલને  રૂા.૧૯૫૭૨૩/-ની સહાય પણ ચુકવવામાં આવી.

કૃષિ મહોત્સવ ૨૦૧૯ નિમિત્તે આણંદ જિલ્લાના આઠ તાલુકામાં કુલ આઠ પશુઆરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં સફળતા પુર્વક પશુઓને વ્યંધત્વ નિવારણ, મેડીસીન સારવાર, શસ્ર ક્રિયા, કૃમિનાશક દવા પીવડાવવી તથા અન્ય તમામ નાના-મોટા રોગોની સારાવાર કરવામાં આવી. સદર પશુ આરોગ્ય મેળા અંતર્ગત આઠ તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી તથા દરેક પશુ દવાખાના સ્ટાફ દ્વારા કુલ લગભગ ૪૧૨ પશુપાલક લાભાર્થીના ૨૬૩૬ જેટલા પશુને સારવાર આપી આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપુર્વક આયોજન કરવામાં આવ્યુ. આ કૃષિ મેળામાં દશ હજાર ઉપરાંતના  ખેડૂતો પશુપાલક ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

આણંદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..