Back

આણંદ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નો ભવ્ય વિજય.

જ્યારે ૨૦૧૯ લોકસભાની ૫૪૨ સીટોનું પરિણામ જાહેર થઈ ગયું  છે. જેમા સમગ્ર ભારતમા મોદી લહેર તેમજ ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. અને મોદીની જન્મભુમી અને ભાજપનો ગઢ ગણાતું એટલે ગુજરાત જેમાં કુલ ૨૬ સીટો ઉપર લોકસભાની ચુંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ખાતામાં ૨૬ માથી ૨૬ સીટો પ્રાપ્ત થઈ છે. જેના કારણે સમગ્ર ગુજરાતમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ઠેર-ઠેર ફટાકડા ફોડી, મીઠાઇ ખવારવી, અને ઢોલ-નગારા સાથે વીજેતા ઉમેદવારોનું હાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

આણંદ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પટેલ મીતેષભાઈ ના ખાતામાં કુલ ૬,૩૩,૦૯૭ મતો નોંધાયા છે. અને કોંગ્રેસના હરીફ ઉમેદવાર ભરતભાઈ સોલંકીનો પરાજય થયો છે. જેમણે ટોટલ ૪,૩૫,૩૭૯ મતો મળ્યા છે. ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર સામે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે.

આણંદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..