Back

આણંદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

રોજગાર વાંચ્‍છુ યુવક-યુવતીઓને તેનો લાભ લેવા અનુરોધ

જિલ્‍લા રોજગાર કચેરી, આણંદ (મોડેલ કેરિયર સેન્‍ટર, આણંદ) તથા યુનિવર્સિટી રોજગાર કેંદ્ર વલ્લભવિધાનગર ના ઉપક્રમે તા. ૨૬/૯/૨૦૧૯ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સેન્ટ સ્ટીફન ઇન્સ્ટીટ્યુટ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી, આઇ.પી.મિશન કંપાઉન્ડ, સ્ટેશન રોડ , આણંદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાનાર છે.

આ રોજગાર ભરતી મેળાનો લાભ લેવા ઇચ્‍છતા યુવક-યુવતીઓ કે જેઓની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષની અને ધો.૧૦-૧૨ પાસ, આઇ.ટી.આઇ., ડિપ્‍લોમા , ગ્રેજયુએટ કે પોસ્‍ટ ગ્રેજયુએટ હોય તેઓ લાભ લઇ શકશે.

આ રોજગાર ભરતી મેળામાં ઉમેદવારોને  સ્‍થળ ઉપર રૂબરૂમાં પોતાના બાયોડેટાની નકલો સાથે હાજર રહેવા આણંદના જિલ્‍લા રોજગાર અધિકારી ડી. કે. ભટ્ટે એક યાદી દ્વારા અનુરોધ કરી આ રોજગાર ભરતી મેળામાં ઉમેદવારોને પોતાની લાયકાતને અનુરૂપ રોજગારી પસંદગી કરવાની તક મળવાની સાથે નોકરી દાતાઓ દ્વારા તેઓની ખાલી જગ્‍યાઓ ઉપર પ્રાથમિક પસંદગી કરવામાં આવશે તેમ જણાવ્‍યું છે.

                                   

 

આણંદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..