Back

આણંદ જિલ્લામાં બાળકો તંદુરસ્તીના માર્ગે અર્ગેસર

ગુજરાતમાં બાલસખા યોજના આશિર્વાદ રુપ...

આણંદ જિલ્લામાં બાળકો તંદુરસ્તીના માર્ગે અર્ગેસર

 

નવજાત જન્મેલુ બાળક કુમળા છોડ જેવુ હોય છે તેને સમયસર પાણી આપવામાં ન આવે તો તે કરમાઇ જાય છે તેમજ આવા નવજાત શિશુ જે ઓછા વજન સાથે જન્મતા હોય અને કુપોષિત હોય તેઓને સમયસર અને સચોટ સારવાર ન અપાય તો આવા બાળકનું મૃત્યુ નિપજતુ હોય છે. જેને ધ્યાનમાં રાખીને અને ગુજરાતના કોઇ પણ ખૂણે, દૂર-સુદૂર સુધી કોઇ પણ બાળક સ્વાસ્થયને લગતી સેવાઓથી વંચિત ન રહી જાય તે તરફ સરકાર ખૂબ સંવેદનશીલ છે. સંવેદનશીલ એવી ગુજરાત સરકાર દ્વારા નવજાત જન્મેલા કુપોષિત તેમજ ઓછા વજન વાળા બાળકોની સારવાર અર્થે બાલસખા યોજના ચલાવવામાં આવે છે.આ બાલસખા યોજના રાજ્યની અગણિત માતાઓને પોતાના નવજાત શિશુથી વિખૂટા થતા રોક્યા છે તેમાનું જ એક ઉદાહરણ અહિ પ્રસ્તૃત કરવો છે.

આણંદ જિલ્લાના વલ્લભવિધાનગર ખાતે રહેતા અર્ચના અરવિંદભાઇ સોનગરાની પ્રસુતિ સમય કરતા પહેલા થવાના કારણે બાળક ઓછા વજનનુ જન્મયુ હતુ જેને લઇને તેઓ ખુબ જ ચિંતીત હતા. બાળક કુપોષિત જન્મેલ હોવાના કારણે તેને સારવાર અર્થે કાચની પેટીમાં રાખવુ પડે તેમ હતુ જે ખુબ જ ખર્ચાળ હતુ માટે અર્ચનાબેન નિરાશાની લાગણી અનુભવી રહ્યા હતા. પરંતુ તેઓને એકાએક બાલસખા યોજના વિશે જાણ થતા પોતાના બાળકને લઇને તેઓ વિધાનગરમાં કરમસદ ખાતે આવેલી કૃષ્ણા હોસ્પિટલમાં આવી પહોચ્યા.આ હોસ્પિટલમાં બાલસખા યોજના અંતર્ગત  સારવાર થતી હોવાથી પોતાના બાળકને કાંગારુ મધર કેર ટ્રીટમેન્ટ થી પોતાના બાળકની સારવાર કરાવી હતી.કાંગારુ મધર કેરના કારણે બાળકને હુંફ અને માતૃ પ્રેમ મળ્યો અને હાલ બાળક ખુબ જ તંદુરસ્ત છે. જે બદલ તેમણે સરકાર નો સહ્યદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અને વિશેષમાં જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા ચાલતી બાલસખા યોજનાએ મારા બાળકને તંદુરસ્ત જીવન આપ્યુ છે તેમજ હું નવજાત શિષુની દરેક માતાને વિનંતી કરીશ કે ઓછા વજનથી જન્મેલા બાળક માટે ચિંતા કરવાની જરુર નથી. બાલસખાનો લાભ લઇને આપણા શિશુને આપણે તંદુરસ્ત રાખી ને કુપોષણથી બચાવી શકીએ છીએ.

આ બાલસખા યોજના વિશે કૃષ્ણ હોસ્પિટલના તબીબ વિરેન પટેલને પુંછતા તેઓએ જણાવ્યુ હતુ કે હું છેલ્લા ચાર વર્ષથી  પિડીયાટ્રીશયન (બાળ રોગ નિષ્ણાંત) તરીકે અને એક વર્ષથી નવજાત શિશુના તબીબ તરીકે સેવા આપી રહ્યો છું. છેલ્લા એક વર્ષમાં અમે બાળ સખા યોજના અંતર્ગત ૩૫૦ જેટલા નવજાત શિશુની

સારવાર કરેલી છે અને જેમાં અમે નોંધ્યુ છે કે ઓછા વજનના કારણે જન્મેલ બાળકને આ ખર્ચાળ સારવાર ન પરવડી શકવાના કારણે ઘણા માતા પિતા DAMA([ડિસ્ચાર્જ અગેંન્સ્ટ મેડીકલ એડવાઇઝ) થકી અધુરી સારવારે જ બાળકને હોસ્પિટલમાંથી છૂટા કરાવીને લઇ જતા. જેના કારણે બાળમૃત્યુદર ઘણો હતો. પરંતુ છેલ્લા એક વર્ષથી બાલસખા યોજનામાં આવેલ નવા સુધારા થકી હવે કોઇ પણ આવક મર્યાદા વગર દરેક નવજાત શિષુને આ યોજના અંતર્ગત ૪૯૦૦૦ સુધીની સહાય આપીને સારવાર કરવામાં આવે છે જેના કારણે બાળમૃત્યુ દર માં ઘટાડો જોવામળ્યો છે. અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટ્યુ છે.

બાલસખા યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં જન્મ લેનાર દરેક નવજાત શિશુને મળવાપાત્ર છે. આ યોજનામાં લાભાર્થી માટે કોઇપણ આવક મર્યાદા રાખવામાં આવેલ નથી. બાલસખા યોજનામાં નવજાત બાળક જેનું વજન ૧૫૦૦ ગ્રામથી ઓછુ હોય તેવા  તમામ બાળકો અને ૧૫૦૦ ગ્રામથી વધુ વજન સાથે જન્મેલ બાળક  આ યોજનામાં સમાવિષ્ટ રોગોથી પિડાતા હોય અથવા તો કુપોષિત હોય તેને આ યોજના અંતર્ગત તદન નિઃશુષ્લક સહાય આપવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં  ઓછા વજન સાથે જન્મેલ બાળકોને (એમ.ઓ.યુ.) કરેલ ખાનગી સંસ્થાના બાળરોગ નિષ્ણાંતના એન.આઇ.સી.યુ.માં દાખલ કરવામાં છે અને આવા બાળકોને એક બાળક દિઠ સારવાર ખર્ચ અને તેના સંબંધીને(માતાને) સાથે રાખવાનો (રહેવા તેમજ જમવાની વ્યવસ્થા) રુપિયા  ૪૯૦૦૦/-ની સહાય પેટે સરકાર દ્વારા ખાનગી સંસ્થાના બાળરોગ નિષ્ણાંતને ચુકવવામાં આવે છે. આ યોજનાનો લાભ જીલ્લા / કોર્પોરેશનમાં જોડાયેલ સેવાભાવી સંસ્થાઓ તથા ખાનગી  બાળરોગ નિષ્ણાંત તબીબો થકી મળી રહે છે.

ગત વર્ષે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રુપાણી દ્વારા રાજ્યવ્યાપી પોષણ અભિયાનનો મહાત્મામંદિરથી પ્રારંભ કરવામાં આવ્યો છે.આ અભિયાન ને રાષ્ટ્ર-રાજ્યની ભાવિ પેઢી સમાન ડેમોગ્રાફીક ડીવીડન્ડની સક્ષમતાનું આગવુ કદમ બનાવવાનું લક્ષ્ય છે. આ પોષણ અભિયાનનો  વ્યાપક લાભ રાજ્યના અંતરિયાળ-દૂર સદૂર વિસ્તારો સહિત ખૂણે ખૂણે પહોચે અને માતા-દિકરીઓ અને બાળકોની તંદુરસ્તી અને સુખાકારી જાળવાવવાની દિશામાં આ એક અનેરી પહેલ હતી.

રાજ્યનો કોઇ પણ બાળક કુપોષિત ન રહી જાય રાજ્યમાં માતા મૃત્યુ દર ઘટે તે હેતુસર આ પોષણ અભિયાન રાજ્યવ્યાપી બન્યો છે.અને આ જ પોષણ અભિયાન ના ભાગ સ્વરુપ બાલસખા યોજના પણ શરુ કરવામાં આવી હતી.

આમ રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ બાલસખા યોજના રાજ્યના કોઇ પણ ખૂણે જન્મેલ નવજાત શિશુને મદદરુપ બની રહી છે.  તેમજ રાજ્યમાં કુપોષણનું પ્રમાણ પણ મહદઅંશે ઘટી રહ્યુ છે. તેમજ આ બાલસખા યોજના ઘણા શહેરો તેમજ ગામડાઓમાં નવજાત શિશુ ની સારવાર પ્રત્યે નવિ રાહ ચિંધી રહી છે.

 

 

આણંદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..