મત ગણતરીમાં મોટો તફાવત સામે આવ્યો ૧૩૨૨૦૩ મત વધારાના ક્યાંથી આવ્યા ? : ભરતસિંહ સોલંકી
આણંદમાં મતગણતરી અંગે કોંગ્રેસનાં ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ સવાલ ઉઠાવ્યો છે. મત ગણતરીમાં મોટો તફાવત સામે આવ્યો છે. તેમણે ચૂંટણીપંચને પત્ર લખ્યો છે.
ભરતસિંહ સોલંકીનાં જણાવ્યા મુજબ આણંદમાં કૂલ ૧૬ લાખ, ૫૫ હજાર ૬૪૨ લોકોએ મતદારો છે. જેમાંથી ૧૧ લાખ ૫ હજાર ૫૮૭ લોકોએ મતદાન કર્યુ હતું. જ્યારે મત ગણતરી સમયે ૧૨ લાખ ૩૭ હજાર ૭૯૦ મત નોંધાયા છે. તો ઉપરના ૧ લાખ ૩૨ હજાર ૨૦૩ મત ક્યાંથી આવ્યા તેનાં પર ભરતસિંહ સોલંકીએ પ્રશ્ન ઉઠાવ્યો છે. આ સાથે જ તેમણે મતગણતરીનાં પરિણામ મંજૂર નથી તેમ પણ જણાવ્યુ છે.


