Back

આણંદ લોકસભા બેઠક માં ફરી મતદાનમાં ૭૮.૦૮ ટકા મતદાન.

આણંદ લોકસભા બેઠકના સોજિત્રા વિધાનસભામાં આવેલા ધર્મજ- મતદાન મથક પર ગત ૨૩મી એપ્રિલે ૬૯.૪૬ ટકા મતદાન થયું હતું, પરંતુ બોગસ મતદાન થતાં રવિવારે ફરી મતદાન કરાયું હતું, જેમાં ૨૩મી કરતાં ૮.૬૨ ટકા વધુ ૭૮.૦૮ ટકા મતદાન થયું.

૨૩મી એપ્રિલના રોજ ધર્મજ- મતદાન મથક પર ૪૮૨ પુરુષ મતદારોમાંથી ૩૬૬ પુરૂષોએ મતદાન તથા ૪૧૨ સ્ત્રી મતદારમાંથી ૨૫૫ સ્ત્રીઓએ મતદાન કર્યુ. આમ કુલ ૬૯.૪૬ ટકા મતદાન થયું. જ્યારે યોજાયેલ મતદાનમાં ૪૮૨ પુરુષ મતદાનમાંથી ૩૮૪ પુરૂષ મતદારોએ મતદાન થતાં ૭૯.૬૭ ટકા મતદાન થયું હતું. જે ગતવખત ૦૩.૭૪ટકા વધુ મતદાન થયું હતું. જ્યારે ૪૧૨ સ્ત્રી મતદારોમાંથી ૩૧૪ સ્ત્રીઓને મતદાન કર્યુ હતુ઼. આમ ૭૬.૨૧ ટકા સ્ત્રી મતદારોએ મતદાન કર્યુ હતું. જે ગત વખત કરતાં ૧૩.૩૨ ટકા વધુ થયું હતું.

 

 

 

આણંદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..