Back

આપ-આણંદ દ્વારા સરદાર જ્યંતી ની ઉજવણી કરાય

આપ-આણંદ ના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ એ કરમસદ ના સરદાર ચોક ખાતે અખંડ ભારત ના શિલ્પી, લોહપુરુષ,ધરતી પુત્ર એવા સરદાર વલ્લભભાઇ પટેલ ની જન્મ જ્યંતી નિમિતે ભેગા મળી પુષ્પાંજલિ અર્પણ કરી, જય સરદાર ના નારા લગાડી સમગ્ર દેશવાસીઓ ને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

આ પ્રસંગે આપ-મધ્ય ગુજરાત પ્રભારી ભાવેશભાઈ ઉપાધ્યાયે તેમના દેશ માટે ના અમૂલ્ય યોગદાન ને યાદ કરી ને જણાવ્યું કે તેમની પ્રબળ ઇચ્છાશક્તિ,કુનેહ,અને અથાગ પરિશ્રમે દેશ ના નાના-મોટા બધા રજવાડાઓ એક કરી અખંડ ભારત બનાવ્યું, સરદારે સીમાઓ જોડી ને એક રાષ્ટ્ર બનાવ્યું, આઓ આપણે સૌ ભેગા મળી ને દિલ થી દિલ , મન થી મન, હાથ થી હાથ જોડી અને કદમ થી કદમ મિલાવીને ને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવીએ કાર્યક્રમ માં મુખ્યત્વે જિલ્લા પ્રભારી ભાવેશભાઈ ઉપાધ્યાય,જિલ્લા પ્રમુખ ભાઈજીરામ બાપુ,ઉપપ્રમુખ ઠાકોરસિંહ, યુવા પ્રમુખ સેહબાઝ, પેટલાદ તાલુકા પ્રમુખ હાંફીઝભાઈ તેમજ અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


આણંદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..