Back

નિરાધાર બનેલા પૌત્ર-પૌત્રીનું ચારિત્ર્ય ઘડતર કરી ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે સંકલ્પબધ્ધ થતા ઝવેરભાઇ સરગરા

નિરાધાર બનેલા પૌત્ર-પૌત્રીનું ચારિત્ર્ય ઘડતર કરી ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે

સંકલ્પબધ્ધ થતા ઝવેરભાઇ સરગરા

નિરાધાર બનેલા બાળકો માટે આધારરુપ બની પાલક માતા પિતા યોજના


ધરતી પર જન્મ લેનાર માનવીને ખબર નથી કે કાલે સવારે શું થવાનું છે. દરેક માતા-પિતાને એક ઇચ્છા હોય છે કે તેમના ઘરસંસારમાં એક પુત્ર-પુત્રી હોય. જેથી ઘરસંસારનું વાતાવરણ બાળકોના કલરવ થી ઘર ગુંજી ઉઠે છે. તેમજ ભલે પોતે જીવનમાં કંઇ પ્રાપ્ત કરી  શક્યા હોય પરંતુ પોતાના સંતાનને તમામ પ્રકારની હૂંફ અને પ્રેમ આપીને તેના ઉત્તમ ચારિત્ર્ય ઘડતર કરી ઉચ્ચ શિક્ષણ અપાવી સમાજમાં ઉંચા મસ્તકે જીવન પસાર કરી શકે અને જ્યારે આવા બાળકો નિરાધાર-અનાથ થઇ જતા હોય ત્યારે આવા બાળકોના માટે આશ્રય સ્થાનનો પ્રશ્ન ઉભો થાય ત્યારે રાજ્ય સરકારની બાળ સુરક્ષા એકમ દ્વારા પાલક માતા-પિતા યોજના કેવી રીતે મદદરૂપ બની એની અહી વાત કરવી છે.

આણંદ જિલ્લામાં વલ્લભવિધાનગર ખાતે ઠાકોરજી નગરમાં રહેતી બાળકી પ્રાંચી (..-) તેમજ બાળક પ્રિન્સ (. -) જેમના પિતાશ્રી સ્વ. ભાવેશભાઇ સરગરાનું માંદગીના કારણે યુવાન વયે અવસાન થતા તેઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. બાળકો પિતાની છત્રછાયા ગુમાવતા ખૂબ દુઃખી હતા ઘણા સમયથી હુંફ અને પ્રેમના અભાવે એકલવાયુ જીવન જીવતા હતા. ત્યારે તેમના વ્હારે આવ્યા ૬૫ વર્ષના વયોવૃધ્ધ દાદાશ્રી ઝવેરભાઇ પ્રેમાજી સરગરા .આમ પોતના પૌત્ર અને પૌત્રીઓના પાલન પોષણની એકાએક જવાબદારી તો તેઓએ ઉપાડી લીધી પણ તેઓ પોતે લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બાળકોને કેવી રીતે  ભણાવવા તેમજ કેમનો ઉછેર કરવો તેની ચિંતા સામે રાજ્યસરકારશ્રીની એક યોજના સહારો બની સામે આવી. એક દિવસ તેમના મિત્ર પાસે પોતાની લાગણીઓ ઉજાગર કરી આપવીતી સંભળાવી ત્યારે તેમના મિત્રએ તેમને ગુજરાત સરકાર દ્વારા ચાલતી પાલક માતા પિતા યોજના વિશે માહિતગાર કર્યા. અને ઝવેરભાઇ જઇ પહોંચ્યા  આણંદ જિલ્લા બાળ સુરક્ષા  કચેરીએ અને જરુરી જાણકારી મેળવી પાલક-માતા પિતા યોજનાનો લાભ લેવા સારુ ફોર્મ ભર્યા. ફોર્મના આધારે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સ્થળ તપાસ કરીને ઝવેરભાઇની પાલક માતા પિતા યોજના હેઠળની અરજી મંજુર કરવામાં આવી .આમ અરજી મંજુર થતા  છેલ્લા ઘણા સમયથી બાળકોના ઉછેરને લઇને ચાલી રહેલી ઝવેરભાઇની મુશકેલીઓનો અંત આવ્યો..

 

ઝવેરભાઇના પત્ની મંજુલાબેન સરગરા(ઉમ્ર - ૫૨) પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે જ્યારે મારા પૌત્ર અને પૌત્રી નિરાધાર બન્યા અને અમારા પરિવારની આર્થિક પરિસ્થિતી નબળી હોવાના કારણે બંને બાળકોના ભરણ પોષણમાં ખૂબ મુશકેલી પડી રહી હતી અને સમસ્યાને લઇને અમે ખૂબ ચિંતીત રહેતા. પરંતુ સરકારની પાલક માતા પિતા યોજનાથી અમારી તમામ પ્રકારની મુશકેલીઓ દુર થઇ છે અને અમારા બાળકો સમાજના અન્ય બાળકોની જેમ સારુ  શિક્ષણ મેળવી રહ્યા છે જેનો અમોને ખૂબ આનંદ છે આવી લાગણી વ્યક્ત કરતા મંજુલાબેન ભાવુક બની ગયા હતા અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી પ્રત્યે આભાર ભાવ પ્રગટ કરતા નિરાધાર બનેલા બાળકોના ઉછેર અંગે ચિંતા કરવાની કંઇ જરુર નથી રાજ્ય સરકારની યોજનાઓ ઘણી સહારારુપ છે અને અન્યો માટે પણ પ્રેરણારૂપછે.

આણંદ જિલ્લામાં જ્યારથી યોજના અમલી બની ત્યારથી અત્યાર સુધી કુલ ૬૫૪ નિરાધાર બાળકો માટે યોજના આધારરુપ બની છે.તેમજ આવા બાળકોને RTE અંતર્ગત પ્રવેશ અપાવવા માટે પણ પ્રાથમિકતા આપવામાં આવે છે જેના થકી બાળકો સારુ શિક્ષણ મેળવીને દેશનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. જેના કારણે આણંદ જિલ્લામાં સ્કુલ ડ્રોપ આઉટ નું પ્રમાણ પણ ઘટવા પામ્યુ છે.

આમ  સંવેદનશીલ એવી ગુજરાત સરકાર જન જનને વિકાસયજ્ઞમાં જોડવાના ઇરાદા સાથે સમાજોત્થાન અને સમગ્રતયા વિકાસનો વેગ આપવાના હેતુ સાથે વિકાસના કાર્યો કરવા કાર્યરત છે. તેમજ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને કોઇપણ બાળક અશિક્ષિત રહી જાય  અને આજનું બાળક આવતી કાલના નવા ભારતનું ભવિષ્ય છે તે સંકલ્પ સાથે બાળકોને તમામ રીતે મદદરુપ થવા તેમજ નિરાધાર બાળકોને આધાર આપવા તેમના આશ્રીતોને મદદરુપ થવાનો ગુજરાત સરકારનો દ્ઢ સંકલ્પ યોજના થકી સાબિત થાય છે.

 

 

 

આણંદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..