Back

બોરસ સેવાસદન ના નાયબ મામલત દાર 20000 ની લોચ લેતા ઝડપાયા

બોરસદ તાલુકા સેવા સદનમાં એસીબીની સફળ ટ્રેપ

નાયબ મામલતદાર 20000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

બોરસદ મામલતદાર કચેરીમાં એજન્ટોની બોલબાલા

વહીવટ વગર કોઈ જ કામ થતા ના હોવાનો ગણગણાટ


      બોરસદ તાલુકા સેવા સદનમાં આવેલ મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર દ્વારા અરજદાર પાસેથી 20000 રૂપિયાની લાંચની માંગ કરતા અરજદાર દ્વારા આણંદ એન્ટી કરપ્સન બ્યુરોનો સંપર્ક કરી છટકું ગોઠવવામાં આવતા સર્કલ ઓફિસર આબાદ રીતે છટકામાં ઝડપાઈ ગયા હતા એસીબીએ મામલતદાર કચેરીમાં સફળ ટ્રેપ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ ફફડાટ ફેલાઈ ગયો


બોરસદ મામલતદાર કચેરીમાં 2015થી નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને હાલ સર્કલ ઓફિસરની પોસ્ટ પર ફરજ બજાવતા મયુરભાઈ મકવાણા રહે.10-વેદાંત સોસાયટી,વિવાહ પાર્ટી પ્લોટ પાછળ,આણંદ કરમસદ રોડ,આણંદને આજે બોરસદ મામલતદાર કચેરી ખાતે લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા બોરસદની મામલતદાર કચેરીમાં જમીનનાં રેકર્ડ પર વેચાણ દસ્તાવેજની હક્ક પત્રકમાં નોંધ દાખલ કરવા માટે લાંચની માંગણી કરનાર નાયબ મામલતદાર એસીબીનાં છટકામાં 20 હજારની લાંચ લેતા રંગે  હાથ ઝડપાઈ જતા એસીબી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


બોરસદ તાલુકાનાં વાસણા ગામનાં અરજદારએ વેચાણ દસ્તાવેજ અંગેની હક્ક પત્રકમાં નોંધ દાખલ બોરસદ મામલતદાર કચેરીનાં નાયબ મામલતદાર અને સર્કલ ઓફીસર  મયુરકુમાર રામુભાઈ મકવાણાને કરી હતી. જેને પગલે ના.મામલતદાર મયુરકુમાર મકવાણાએ અરજદારને  રુબરુ બોલાવ્યા હતા અને કહ્યું હતું કે તમારા વેચાણ દસ્તાવેજ અંગેની હક્ક પત્રકમાં નોંધ કરવાની અરજી મળી છે જેમાં બે ત્રણ ક્વેરીઓ છે. જેથી નામંજુર કરવી પડે તેમ છે. તેમ કહી આ અરજી મંજુર કરાવવી હોય 25 હજારની લાંચની માંંગણી કરી હતી જેમાં રકઝક બાદ અંતે 20 હજાર આપવાનું નક્કી થયું હતું ત્યારબાદ અરજદાર લાંચની રકમ આપવા માંગતા ના હોઈ તેઓએ આણંદ એસીબી કચેરીમા સંપર્ક કર્યો હતો જેને લઇ પોલીસ ઇન્સ્પેકટર સી.આર.રાણા આણંદ એસીબીનાઓએ કે.બી.ચુડાસમા મદદનીશ નિયામકના સુપર વિઝનમાં બોરસદ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર વિરૃદ્ધ છટકું ગોઠવતા એસીબીએ આજે લાંચની ટ્રેપ ગોઠવી હતી જેમાં નાયબ મામલતદાર મયુર મકવાણા અરજદાર પાસેથી 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતા એસીબીએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.એસીબીએ મામલતદાર કચેરીમાં ટ્રેપ કરતા કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.Box : લો બોલો જમીનની જંત્રી 9350 રૂપિયા અને લાંચની માંગણી 25000 રૂપિયા

આ અંગે વાસણા (બો)ગામના પૂર્વ સરપંચ ચેતનભાઈ પટેલએ જણાવ્યું હતું કે અમારી જમીન બ્લોક નં 277,ગુંઠા 15 જમીનનો વેચાણ દસ્તાવેજ રૂપિયા 9350 જંત્રી થાય છે જેનો ફેરફાર નોંધ નં  4918 છે જે માટે અમોએ વેચાણ દસ્તાવેજની હક્કપત્રકમાં નોંધ માટે અરજી કરી હતી જેમાં અમોને રૂબરૂ બોલાવીને કવેરી કાઢવા અને મંજુર કરવા માટે 25000 રૂપિયાની માંગણી કરી હતી તેમજ ઈન્ડેક્ષની નકલ મંગાવતા હતા ત્રણ દિવસ પહેલા જ દસ્તાવેજ કરેલ હોય તેમ છતાં ખોટી રીતે ઈન્ડેક્ષની માંગણી કરી હતી અને નકલમાં સુરેન્દ્ર નામ ની જગ્યાએ ચુરેન્દ્ર હતું જે કોમ્પ્યુટરની ભૂલ હતી છતાં અમોને આ એન્ટ્રી રદ કરવાનું જણાવતા હતા જેને લઇ અમારે એસીબીનો સંપર્ક સાધવો પડ્યો હતોBox : બોરસદ મામલતદાર કચેરીમાં વહેવાર વગર કામ થતા નથી :

બોરસદ મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્ર,સર્કલ ઓફીસ તથા રેવન્યુ તલાટી પાસે લેતીદેતીના વ્યવહાર વગર અરજદારોના કામ થતા ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ઇ-ધરા સહિતના વિવિધ વિભાગોમાં અધિકારીઓની કામગીરી સામે આક્ષેપો થઇ રહ્યા છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા મામલતદાર કચેરીની કામગીરીની ઓચિંતી તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરીનો વહીવટ ખાડે ગયો છે. આસપાસના ગામડાઓમાંથી આવતી ગરીબ અને ભોળી પ્રજાને કામગીરી માટે વારંવાર ધક્કા ખાવા પડે છે.મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓએ તો દલાલોની સાથે સાંઠગાંઠ કરી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. જેના કારણે ગરીબ પ્રજાને ધરમધક્કા થાય છે જેને લઇ પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો છે.

અંકલાવ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..