Back

નિર્માણ પામેલા સોજીત્રા નૂતન બસ સ્ટેશન નું લોકાર્પણ.

રૂ..૧૨ કરોડના ખર્ચ થી નિર્માણ પામેલા સોજીત્રા નૂતન બસ સ્ટેશન નું લોકાર્પણ

મધ્યમ અને ગરીબ પરિવારો માટે એસ.ટી.બસ સેવા આશીર્વાદ રૂપ

નવા બસ સ્ટેશન હવે એરપોર્ટની બરાબરી કરશે

આણંદ અને સોજીત્રાને નવા બસ સ્ટેશન મળ્યા

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા

મુખ્મંત્રીએ નૂતન સુવિધાની જાળવણી કરવા સાથે અભિનંદન પાઠવ્યા

આણંદ જિલ્લાના આણંદ અને સોજીત્રા વિસ્તારની મુસાફર જનતા માટે રૂ..૯૮ કરોડના ખર્ચ થી  અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અને ટેકનોલોજી આધારિત બસ સ્ટેશનનોની ભેટ મળી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે સોજીત્રા બસ સ્ટેશનનું લોકાર્પણ અને તકિતનું અનાવરણવિધિ સંપન્ન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની વૈશ્વિક સ્તરની પ્રગતિ, વિકાસ અને લોકોની સમૃદ્ધિ વચ્ચે ગુજરાત માર્ગ પરિવહનની બસો મધ્યમ અને ગરીબ પરિવારો માટે અવર-જવરની  મહત્વની સેવા બની રહી છે

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સોજીત્રા નગરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, પહેલા બસ સ્ટેશનો સ્વચ્છ અને સુઘડ ન હતા આજે ગુજરાતમાં નવા નિર્માણ થયેલા તમામ બસ સ્ટેશન ખુબજ સ્વચ્છ અને સુઘડ, સુંદર બેઠકો સ્વચ્છ બાથરૂમ એવા મુસાફર જનતાને ગમે તેવા છે.ગુજરાત માં પ્રજા હીતમાં થતાં વિકાસના કામો સામાન્ય માણસોને ધ્યાને રાખીને જ વિકાસના કામો થાય છે.

ગુજરાતમાં એસ.ટી.બસ સેવાઓ માત્ર મુસાફરોની સેવામાં જ નહીં સાથે સાથે વિદ્યાર્થી માટે, ગ્રામીણ વિસ્તારોમાંના વિદ્યાર્થી અને  કન્યાઓ માટે રાહત પાસ ની સેવા આપી ગ્રામીણ શિક્ષણ ને પ્રોત્સાહન પૂરું પાડે છે.

 

ભાવનગરથી સીધા પ્રસારણના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સોજીત્રા બસ સ્ટેશનનો સુંદર પ્રતિભાવ આપ્યો હતો અને સુવિધાની સરાહના કરી હતી. આજે ભાવનગર ખાતે  રાજ્યભરના ૨૧ જેટલા બસ સ્ટેશનના લોકાર્પણ અને ખાતમુહર્ત સાથે કર્મચારી વસાહત , નવી બસ અને મોબાઇલ વાનનું લોકાર્પણ ભાવનગર ખાતેથી રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના શુભ હસ્તે થયું હતું. સીધા પ્રસારણના માધ્યમ થી સોજીત્રા ખાતે ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત નગરજનોએ સોજીત્રા નો બસ સ્ટેશન સંપૂર્ણ સુવિધાયુક્ત, સુંદર અને સુઘડ હોવાનું હાથ ઊંચા કરી  મુખ્ય મંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. સોજીત્રા ખાતે બસ સ્ટેશન ઉદ્ઘાટન સમારોહનો મંડપ તાળીઓથી ગુંજી ઉઠયું હતો.

       પ્રારંભે જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણાએ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

       આજે સોજીત્રા નવા બસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે યોજાયેલા સમારોહમાં ધારાસભ્ય શ્રી મયુર ભાઈ રાવલ , માજીમંત્રી શ્રી સી.ડી.પટેલ ,માજી દંડક શ્રી અંબાલાલ રોહિત, શ્રી વિપુલભાઈ, ભાજપ પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, સોજીત્રા નગર સેવાસદનના પ્રમુખશ્રી અને નગરજનો  તેમજ એસ.ટી.વિભાગીય નિયામકશ્રી, પટેલ તથા જિલ્લાના તમામ ડેપોમેનેજરશ્રીઓ અને એસ.ટી.ના કર્મચારીશ્રીઓ ,ડ્રાઇવરશ્રી,કન્ડકટરશ્રી સહિત મુસાફર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

સોજીત્રા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..