Back

અરવલ્લી જિલ્લામાં સભા ભરવી કે બોલાવવા તેમજ સરઘસ પર પ્રતિબંધિક હુકમો જાહેર કરાયા

મોડાસા- આગામી દિવસોમાં ખ્રિસ્તી સમુદાયનો નાતાલનો તહેવાર આવતો હોઇ ખાનગી ઇનપુટોને ધ્યાને લેતાં  કાયદો વ્યવસ્થા જળવાય તે માટે તા. ૧૮- ૧૨-૨૦૧૯ ના કલાક ૦૦-૦૦થી  તા. ૩૧- ૧૨-૨૦૧૯ ના કલાક ૨૪-૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં  અધિક  જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવી જી .એ.એસ.  અરવલ્લી જિલ્લા મોડાસાને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૩૭ (૩) થી મળેલ સત્તાની રુએ જિલ્લામાં સમગ્રવિસ્તારમાં સક્ષમ  અધિકારીની લેખિત પરવાનગી સિવાય કોઇ સભા ભરવી કે બોલાવવી નહી તેમજ સરઘસ ન કાઢવા પર પ્રતિબંધિક મનાઇ હુકમો જાહેર કરાયા છે.

        આ હુકમ સરકારી નોકરી કે કામ કરતી વ્યકિતઓ અથવા હોમગાર્ડ કે જેઓ સરકારી ફરજ ઉપર હોય તેઓને તથા  ખેતીના કામે ઓજારો લઇ જતા ખેડૂતો,  સરકારી કાર્યક્રમને લાગુ પડશે નહી. .

આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લઘન કરનાર અથવા કરાવનાર શખ્સ
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩)  તેમજ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ના ને કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

અરવલ્લી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..