Back

૮.૫૬ મીટર ગોળો ફેંકી રૂબીએ ૨૬ વર્ષ જુનો ૮.૩૫ મીટરનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરી સુવર્ણચંદ્રક મેળવ્યો

       સામાન્ય રીતે શિક્ષક દંપતીના સંતાન હોય એટલે માતા-પિતાની ઇચ્છા હોય કે તેમનું સંતાન પણ શિક્ષક જ બને પરંતુ રાજસ્થાનને અડીને આવેલા અરવલ્લી જિલ્લાના લુસડીયા ગામની આદિવાસી દિકરી રૂબી સુવેરાએ શિક્ષણની સાથે રમત- ગમત ક્ષેત્રમાં હીર ઝળકાવ્યું છે. શિક્ષણની સાથે રમત ક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકે તેનું ઉત્તમ ઉદાહરણ આદિજાતિ સમાજે પુરૂ પાડ્યુ છે.

હિંમતનગર મહિલા આર્ટ્સ કૉલેજની વિધાર્થીની રૂબી સુવેરાએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ૩૧મા ખેલ રમતોત્સવમાં ગોળા ફેંકમાં ભાગ લીધો હતો અને તેણીએ સુવર્ણપદક જીતી મહિલા કોલેજ હિંમતનગર અને સાબર સ્પોર્ટ્સ સ્ટેડીયમ હિંમતનગરનુ ગૌરવ સાથે સૌનુ નામ રોશન કર્યું છે.

     શરીરે ખડતલ અને મજબૂત બાંધો ધરાવતી અને આદિજાતિ સરકારી હોસ્ટેલ બળવંતપુરામાં રહીને, હિંમતનગર મહિલા કોલેજ ખાતે અભ્યાસ કરતી રૂબીને બાળપણથી જ રમત ગમત પ્રત્યે ખુબ લગાવ હતો અને તેને વધુ પ્રોત્સાહન આપવાનું કામ કર્યુ સાબર સ્પોર્ટ્સ સ્ટેડીયમે જેને ગોળા ફેંકની પધ્ધતિસરની તાલીમ આપી મિશન કામયાબી તરફ પહોંચાડી.

રમતગમત ક્ષેત્રે અગ્રેસર સાબરકાંઠા જિલ્લાએ અનેક રમતક્ષેત્રે ઉત્તમ રમતવીરો આપ્યા છે જેમાં વધુ એક મોરપીંછ ઉમેરાયુ જયારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ૩૧મો રમતોત્સવ પાટણ ખાતે ઉજવાયો જેમા હિંમતનગર મહિલા આર્ટ્સ કોલેજની વિધાર્થીની અને સાબર સ્પોર્ટ્સની ગોળા ફેંક ખેલાડી રૂબી સુવેરાએ ૮.૫૬ મીટર દૂર ગોળો ફેકી ૨૬ વર્ષ જુનો યુનિવર્સિટીનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.

       આશ્રમ શાળાના શિક્ષક પિતા આશિષભાઇ સુવેરા અને ધૂલેટા પ્રાથમિક શાળામાં શિક્ષિકાતરીકે ફરજ બજાવતા માતાએ  પોતાની દિકરીનુ સ્થાન દિકરાઓ કરતા ઓછુ સહેજ પણ નથી તેવી રીતે દિકરા દિકરી એક સમાન તેવો ઉછેર કર્યો જેના પરીપાક રૂપે આજે સમગ્ર સમાજની સાથે ઉત્તર ગુજરાત પંથકમાં ગૌરવંતુ સ્થાન અપાવ્યું છે. જેની એમને ખુશી છે.

 સુવર્ણ પદક હાંસલ કરેલ રૂબી જણાવે છે કે રાજ્યમાં ખેલમહાકુંભના પ્રારંભથી ખેલાડીઓને વધુ બળ અને પ્રોત્સાહન મળ્યુ છે. જેના થકી આજે ખેલ મહાકૂંભમાં જિલ્લામાં ૨૮૦૦ વિજેતા ખેલાડીઓમાં અમે પણ બરાબરી કરીને ૧૨૩૫ વિજેતા ખેલાડી બહેનો રહી છે. મારા માટે ૧૨મી ડીસેમ્બર ૨૦૧૯નો દિવસ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને દમણ,દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસકશ્રી પ્રફુલભાઇ પટેલના હસ્તે સમગ્ર હિંમતનગરની જનતાની વચ્ચે  મારૂ સન્માન કરવામાં આવ્યું એ પળ મારા જીવનની અવિસ્મરણીય ક્ષણ હતી. જે હું ક્યારે ભુલી શકુ તેમ નથી અને આ ક્ષેત્રમાં ઉત્તરોતર પ્રગતિ કરવાની પ્રેરણા અને બળ મળ્યું છે. 

અરવલ્લી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..