Back

મેઘરજ ખાતે રાહત દરે ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ 

 અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે રાહત દરે ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ૬૦ થી વધુ બાળકોની ખતના કરવામાં આવ્યું હતુ. જે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માં મેઘરજ ના સામાજિક કાર્યકર નશરુદ્દીન મકરાણી,ખલિલ મકરાણી, મહેમુદ ભાઈ શૈખ અને "મોહસીને આઝમ મિશન" ના ઓફિસ સેક્રેટરી અશરફ સિંધવા એ જહેમત ઉઠાવી હતી મિશન ના સેન્ટ્રલ કમિટી મેમ્બર તારિક બાંડી એ તમામ કાર્યકરો ને અભિનંદન પાઠવ્યા હતા અરવલ્લી જિલ્લામાં મોડાસા અને મેઘરજ ખાતે મિશન દ્વારા ૨ સફળ ખતના કેમ્પ યોજાઈ ગયા છે, અને હવે ત્રીજા કેમ્પ નું આયોજન ૩ ફેબ્રુઆરી ના રોજ મોડાસા ખાતે કરવામાં આવ્યું છે તેમાં પણ અત્યારથીજ નોંધણી ફૂલ થઈ ગઈ છે,આમ મિશનના ખતના કેમ્પનો આમ લોકો ભરપૂર લાભ લઇ રહ્યા છે,તેમજ તમામ ખત ના કેમ્પનો ચાર્જ ઝાકીર બાંડી અશરફી સફળતા પૂર્વક સંભાળી રહ્યા છે

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..