Back

મેઘરજ તાલુકાના શાળાના આચાર્યશ્રી નો નિવૃત સમારોહ ખાખરીયા ગામે યોજાયો

પ્રતિનિધિ મેઘરજ તારીખ 13/ 4 /2019

મેઘરજ તાલુકાના સુરપુર પાદર શાળાના આચાર્યશ્રી  નો નિવૃત સમારોહ ખાખરીયા ગામે યોજાયો

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સુરપુર પાદર શાળાના આચાર્યશ્રી  રેવાભાઈ  કે પંચાલનો 27 વર્ષથી  શિક્ષણ ની એકધારી સેવાઓ બાદ નિવૃત્તિ સમારોહ ખાખરીયા ગામે મેઘરજ તાલુકાની સુરપુર પ્રાથમિક શાળાના સંઘના પ્રમુખ ની યુનુષભાઇના અધ્યક્ષ સ્થાને યોજાયો આ પ્રસંગે જિલ્લા સહમંત્રી કેશુભાઈ પટેલ કલ્યાણ નિધિ ના વાઇસ ચેરમેન જીગ્નેશભાઈ ગોર નિવૃતશિક્ષક રામાભાઇ પટેલ હસમુખભાઈ પટેલ પ્રિન્સિપલ કમલેશભાઈ તથા મગન દાદા ગ્રામજનો મહિલાઓ જૂથના શિક્ષક મિત્રોની હાજરીમાં પ્રાર્થના ભજન બાદ ઉપસ્થિત મહેમાનો નિવૃત થનાર આચાર્ય રેવાભાઈ કે પંચાલ ની કામગીરી  સ્વભાવ અને ગાયક કલાકાર ની પ્રવૃત્તિ નો વખાણ કર્યા હતો આભારવિધિ આચાર્ય હરેશભાઇ પંચાલે કરી હતી આ પ્રસંગે જૂથ તરફથી સાલ મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો ખાખરીયા ગામ નો સહકાર જોઈ સૌ લોકો  ખુશ થયા હતા સંચાલન શાળાના  જયંતીભાઈ  એમ પટેલે કર્યુ હતુ  નિવૃત્તિ બાદ સાહેબ શ્રી નું જીવન સુખમય અને નિરોગી બને એવી અભિલાષા ગામલોકોએ તથા મિત્ર ગણે વ્યક્ત કરી હતી

વાત્સલ્ય ન્યુઝ રિપોર્ટર મેઘરજ (અરવલ્લી) ભરતસિંહ આર ઠાકોર મો:-9638076908

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..