Back

મેઘરજ તાલુકાના રેલ્લાવાડા મુકામે અંબાજી જતા યાત્રીઓ માટે વિસામો તૈયાર કરવામાં આવ્યો

અહેવાલ

ભરતસિંહ ઠાકોર

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા મુકામે પગપાળા અંબાજી જતા યાત્રીઓ માટે દર વર્ષની જેમ ની જેમ વિસામો તૈયાર કરવામાં આવ્યો છે રેલ્લાવાડા  ગ્રામજનો  મારફતે દર વર્ષની જેમ આ વિસામો તૈયાર કરવામાં આવ્યો  છે યાત્રીઓ માટે ચા-પાણી નાસ્તો અને ભોજનની વ્યવસ્થા પણ આપવામાં આવે છે ઉત્તર ગુજરાતના છેવાડાના ગામોમાં થી નીકળતા રથડા બાઈક સવારો પગપાળા યાત્રીઓ માટે ઠેર ઠેર વિસામા નું આયોજન કરવામાં આવે છે ભાદરવી પૂનમના દસ દિવસ પહેલા આ વિસ્તારમાં વિસામા તૈયાર  કરવામાં આવે છે

મા અંબાનાં દર્શને જતા શ્રદ્ધાળુઓ ને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે યાત્રીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અરવલ્લી મહીસાગર ના  જિલ્લાઓમાંથી માં અંબાના દર્શન જતા લોકોની ભારે ભીડ જોવા મળે છે અરવલ્લી જીલ્લા ના રોડ રસ્તાઓ પર શ્રધ્ધા ળુઓ માં અંબિકા ના ગુણગાન ગાતા નજરે પડે છે બોલ મારી અંબે જય જય અંબે ના નારા થી ભક્તો નાચતા ઝુમતા નજરે પડે છે 

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..