Back

નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા પણ સરકારની જાગૃતતા ના અનુસંધાને લોકોમાં માસ્ક વિતરણ કરી જાગૃતતા લાવવાની કોશિશ કરી છે

આજરોજ પાલનપુર ના મુખ્ય મથક કલેકટર ઓફિસ અને કોર્ટ આવેલી છે એના મુખ્ય ગેટની બહાર નિસ્વાર્થ સેવા સંગઠન ના માધ્યમ દ્વારા રાહદારી લોકોમાં કોરોના વાયરસ અંગે માહિતગાર કરી ૪૦૦ થી વધારે માસ્ક વિતરણ કરવામાં આવ્યું  સંગઠનના પ્રમુખ નીતીનભાઇ ઠાકોર જણાવ્યું હતું કે જ્યારે ગુજરાત સરકાર અને ભારત સરકાર કોરોના વાયરસને લઈને ખૂબ જ ચિંતિત છે અને કોના વાયરસ અંગે અભિયાન ચલાવી રહી છે તો નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા પણ સરકારની જાગૃતતા ના અનુસંધાને લોકોમાં માસ્ક વિતરણ કરી જાગૃતતા લાવવાની કોશિશ કરી છે કાર્યક્રમમાં ઉપસ્થિત નિસ્વાર્થ સેવા સંગઠનના પ્રમુખ શ્રી નીતિનભાઈ ઠાકોર ઠાકુરદાસખત્રી મહેશભાઈઠાકોર નિતાબેનપ્રજાપતિ દીક્ષિતજોશી રાકેશગૌસ્વામી વિશાલરાવલ પલ્લુભાઈસિંધી આદિત્ય અને ટીમ ના તમામ લોકો હાજર રહી નિસ્વાર્થ સેવા સંગઠન માસ્ક અભિયાન દ્વારા જ લોકોમાં જાગૃતિ ફેલાવી


અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..