Back

નિસ્વાર્થ સેવા સંગઠન પાલનપુર દ્વારા આજે પાલનપુરમાં જેલના કેદીઓને કોરોના વાયરસના રક્ષણ માટે માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું

નિસ્વાર્થ સેવા સંગઠન પાલનપુર બનાસકાંઠા દ્વારા આજે પાલનપુર બનાસકાંઠા જીલ્લા જેલ મથક પાલનપુર જેલમાં આરોપી તરીકે છે એવા જેલમાં રહેતા કેદીઓ મા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો નિસ્વાર્થ સેવા સંગઠનના પ્રમુખ નીતીનભાઇ ઠાકોરે જણાવ્યું કે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા કોરોના વાયરસ અંગે ખૂબ જ ચિંતિત છે એ દરમિયાન આવા જેલમાં સમૂહમાં એકબીજાની વચ્ચે બેરેકમાં રહેતા કેદીઓ પોતે સ્વસ્થ રહે અને પોતાની આજુબાજુ સ્વચ્છતા રાખે સાથે વિશેષ ડોક્ટરોની ઉપસ્થિતિમાં કોરોના વાયરસ અંગે જાણકારી આપી સમાજમાં કે બીજી જગ્યાએ જે આરોપ કરી જે સજા ભોગવી રહ્યા છે એવા કેદીઓને હવે પછીના જીવનમાં સમાજના અંદર સારા કામ કરી અને સારું જીવન જીવવાની સમજણ આપી કોરોના વાયરસ અંતર્ગત ૩૨૬ થી વધારે કેદીઓ અને જેલના સ્ટાફમાં ૪૦૦ માસ્ક વિતરણ કરવામાં આવ્યા કોરના જનજાગૃતિ અભિયાનને આગળ વધારવાની કોશિશ કરી સરકાર દ્વારા ગુજરાતની તમામ જેલોમાં માસ્ક વિતરણ કરવામાં આવે તો બધી જેલોમાં કેદીઓ કોરોના મુક્તરહી શકે અને કોરોના મુક્ત ગુજરાત અને ભારત રહે એ અનુસંધાને નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા બનાસકાંઠા જિલ્લા જેલમાં નિશુલ્ક માસ્ક વિતરણ કરવામાં આવ્યું ઉપસ્થિત જિલ્લા જેલ ના વડા શ્રી ગોહિલસાહેબ સ્વચ્છતાઅભિયાન બ્રાન્ડએમ્બેસેડર ડો,સુરેન્દ્રગુપ્તા નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ,નીતીનભાઇ ઠાકોર, નગરપાલિકા,કોર્પોરેટર દિનેશભાઈપંચાલ,ઠાકુરદાસખત્રી,ધવલસિંહ,રાઠોડ,વિક્રમસિંહરાણા અને નિસ્વાર્થ સેવા સંગઠનની ટીમ  કોરોના વાયરસ અને મોદી સાહેબ ના સંદેશને આગળ પહોંચાડવાની કોશિશ કરતી નજરે પડી રહી છે


બનાસકાંઠા : બળવંત રાણા

વાત્સલ્ય ન્યૂઝ

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..