Back

નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા પાલનપુર હાઈવે થી રાજસ્થાન જતા રાહદારીઓને ખીચડી અને પાણીની બોટલ નું વિતરણ કરવામાં આવ્યું

નિસ્વાર્થ સેવા સંગઠન પાલનપુર આજે વૈશ્વિક મહામારી બીમારી કોરોનાવાયરસ જેવા ભયંકર રોગ સામે તટસ્થ રહેવા માટે અને સુરક્ષિત રહેવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૧ દિવસ લોકડાઉન કરવાનો આદેશ કરેલો છે આદેશ પ્રમાણે પુરા ભારત દેશના અલગ-અલગ રાજ્યોમાં જે ધંધા-રોજગાર માટે પોતાના વતનથી બીજા રાજ્યમાં જે વસવાટ કરી રહ્યા છે એવા લોકો પોતાના દેશ પોતાના વતન પરત ફરી રહ્યા છે એવામાં એ લોકોને જમવાનું કે પાણી મળતું નથી સમસ્ત ભારત લોકડાઉન હોવાના કારણે હાઈવે ની તમામ હોટલો અને વાહન વ્યવહાર ચોક્કસ રૂપે બંધ છે ત્યારે રાહદારીઓને ની નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા પેટની ભૂખ ને સંતોષવા માટે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા પાલનપુર હાઈવે થી રાજસ્થાન જતા રાહદારીઓને ખીચડી અને પાણીની બોટલ નું વિતરણ કરવામાં આવ્યું સાથે સિવિલ હોસ્પિટલ અને ઝુંપડપટ્ટી વિસ્તારનાં રહેતા લોકોને પણ ખીચડી વિતરણ કરવામાં આવે અંદાજે ૬૫૦ લોકોનુ જમવાનું પૂરું પાડતી નિસ્વાર્થ સેવા સંગઠન ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યું છે ત્યારે નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ નીતીનભાઇ ઠાકોર જણાવ્યું કે જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે લોકડાઉન કરવામાં આવ્યું છે સમસ્ત ભારત દેશની જનતાના હિતમાં છે એમના આદેશ અનુસાર પોતાના ઘરમાં રહી સુરક્ષિત રહેવાની જે વાત છે એ વાતને સલામ છે પણ માનવતાની દ્રષ્ટિ ૧૪૪ ધારા ને માન્ય રાખી કાયદા ના અનુસંધાનમાં રહી રાહદારીઓ માં ભોજન અને પાણી ની સુવિધા આપી માનવતા ની ફરજ નિભાવી છે સાથે કોરોના થી સાવચેત રહી ડોક્ટર ટીમ સાથે રાખી ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે ખૂબ જ ઉમદા કાર્ય કરતી નિસ્વાર્થ સેવા સંગઠન ની ટીમ નજરે જોવા મળી રહી છે સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લોકોને વિનંતી કરી છે ઘરમાં રહેવા પરદેશી પણ જ્યાં હોય ત્યાં રહેવા વિનંતી કરવામાં આવી સાથે આવી જ રીતે નિસ્વાર્થ સેવા સંગઠન સેવાભાવી કામ કરી લોકોને કોરોના મુક્ત રહેવા માટે અપીલ કરવામાં આવી નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખશ્રી નીતિનભાઈ ઠાકોર ડો.સુરેન્દ્રગુપ્તા ઠાકુરદાસખત્રી અને ટીમ સાથે રહી બેબસ અને લાચાર લોકોની ભૂખ મીટાવવા ની કોશિશ કરતા નજરે જોવા મળ્યા


વાત્સલ્ય ન્યૂઝ

બળવંત રાણા

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..