Back

કોરોના સંદર્ભે લોકોમાં જાગૃતિ લાવવા બનાસકાંઠા કલેકટર કચેરી અને આપત્તિ વ્યવસ્થાપન દ્વારા પોસ્ટર્સ લગાવાયા

કોરોના સંદર્ભે લોકોમાં જાગૃતિ લાવવા બનાસકાંઠા કલેકટર 

કચેરી અને આપત્તિ વ્યવસ્થાપન દ્વારા પોસ્ટર્સ લગાવાયા

           હાલમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસ કોવિદ-૧૯ સંદર્ભે લોકોમાં જાગૃતિ લાવવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અને કલેકટર કચેરી બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેવાડાના ગામડાઓ સુધી પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે. જેથી લોકો તેને વાંચી પોતાની તેમજ પરિવારની તકેદારી તથા સારસંભાળ રાખી શકે. આ કાર્યમાં ૧૦૮ ના શ્રી ભાસ્કરભાઇ નાયક, મોબાઇલ હેલ્થ યુનિટના કો-ઓર્ડીનેટરશ્રી ચેતનભાઇ સહિતના સ્ટાફે પોસ્ટર્સ લગવવાનું મહા અભિયાન હાથમાં લીધું છે. આ સમગ્ર અભિયાનનું સંકલન ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના ડી.પી.ઓ.શ્રી સંજયકુમાર ચૌહાણ કરી રહ્યા છે.


વાત્સલ્ય ન્યૂઝ 

બળવંત રાણા

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..