Back

શાળા સલામતિ કાર્યક્રમ હેઠળ બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકોને ડિઝાસ્ટરની તાલીમ આપવાનું શરૂ કરાયું

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગરના પ્રિન્સીપલ સેક્રેટરી અને મુખ્ય કારોબારી અધિકારી (જીએસડીએમએ) અનુરાધા મલ્લ અને બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગેલની સુચના અને માર્ગદર્શન અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત શાળા સલામતિ કાર્યક્રમ-૨૦૧૯ અંતર્ગત શિક્ષકોને ડિઝાસ્ટરની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ હેઠળ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય અને એક શિક્ષક એમ શાળા દીઠ બે વ્યક્તિઓને આપત્તિ વ્યવસ્થાપન, ફાયર સેફ્ટી અને પ્રાથમિક સારવાર ઉપરાંત શાળાનો આપત્તિ વ્યવસ્થાપન પ્લા કેવી રીતે બનાવવો જેથી કરીને કોઇપણ આપત્તિના સમય દરમ્યાન શાળાનું, શાળામાં ભણતા બાળકોનું રક્ષણ કેવી રીતે કરી શકાય તેની તાલીમ આપવામાં આવી રહી છે. આપત્તિના સમયે બચાવ માટે કેવા પગલા લેવા તે અંગે જિલ્લાની ૨૩૮૩ સરકારી પ્રાથમિક શાળાના કુલ-,૪૯૮ શિક્ષકોને તાલીમ આપી સજ્જ કરાશે.

તાલીમ પામેલ શિક્ષકો પોતાની શાળામાં જઇ બાળકો અને બીજા શિક્ષકોને આપત્તિ સમયે ભરવાના પગલાંથી તેઓને માહિતગાર કરશે. તાલીમ જિલ્લાના તમામ ૧૪ તાલુકાઓમાં યોજવામાં આવશે. જેમાં શિક્ષકોને ડીઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર સેફ્ટી, પ્રાથમિક સારવાર અને શાળા સલામતિ વિષયમાં સંપૂર્ણ રીતે નિપુણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી શ્રીમતી અનુરાધા મલ્લની સુચનાથી સમગ્ર રાજયમાં શિક્ષકોને આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું સંકલન જિલ્લા કક્ષાએ જીએસડીએમએના જિલ્લા પ્રોજેક્ટ અધિકારીશ્રી દ્વારા કરવામાં આવે છે.

કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સાથે આપદા મિત્ર, ફાયર બ્રિગેડના જવાનો, ૧૦૮ એમ્બ્યુલન્સનો સ્ટાફ ખુબ રસ દાખવીને તાલીમ આપી રહ્યા છે. જે આપત્તિના સમયે તાલીમ ખુબ ઉપયોગી સાબિત થશે.

 

બનાસકાંઠા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..