Back

કાણોદર માં મોડાસા દુષ્કર્મ વિરુદ્ધ સ્કેન્ડલ માર્ચ યોજાઇ.

રિપોર્ટર કમલેશ રાવળ ડીસા

કાણોદર 


મોડાસા ના અમરાપુર ગામે યુવતી ની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી હતી જો કે યુવતી પર સામુહીક દુષ્કર્મ આચરાયા બાદ તેની હત્યા કરવામાં આવી હોઇ તેના દલિત સમાજ માં ઘેરાપ્રત્યાઘાતો છે.અને આરોપીઅો ને કડક સજા કરવાની  માંગ સાથે ઠેર ઠેર આવેદન પત્રો અને વિરધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા માં પણ આ ઘટના ને વિવિધ સ્થળો પર કેન્ડલ માર્ચ અને આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા. અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના સાયરા ગામની અેક દલિત સમાજ ની યુવતિ નું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી ને લાશ ને ઝાડ પર લટકાવી લેવાની ઘટના અે રાજ્યભરમાં ભારે ચકચાર મચાવી છે. આ ઘટના માં આરોપીઅો સામે ફરિયાદ નાંધવામાં પોલિસ તંત્ર દ્વારા પક્ષપાત નુ વલણ અપનાવવા માં આવતા દલિત સમાજ માં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને પિડીતા ને ન્યાય અપાવવા માટે દલિત સમાજ દ્વારા  દેખાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં પાલનપુર તાલુકા  ના કાણોદર  ગામ માં  ગ્રામપંચાયત આગળ  કેન્ડલ માર્ચ યોજીને મૂતક પિડિતા ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
જેમાં સમસ્ત ગ્રામજનો એ હિન્દૂ મુસ્લિમ એકતાની ઝાંખી સાથે સરપંચ ઝહિરભાઈ ચૌધરી, તાલુકા ડેલીકેટ નિશાબેન સુણસરા,પૂર્વ સરપંચ લાડીબેન બંગલાવાલા,કલ્બેઅબ્બાસ સુણસરા,પ્રકાશભાઈ ધારવા,વીરાભાઈ ચાવડા, દલપતભાઈ ચાવડા, દિનેશભાઈ સાથે સમગ્ર ગામના મહિલા અને પુરૂષો મોટી સંખ્યામાં હાજર રહી એક દુઃખદ ઘટના ને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી
.

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..