Back

સ્વીફટ ડિઝાયર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

પીલુડા ગામની સીમમાંથી સ્વીફટ ડિઝાયર ગાડીમાંથી રૂ ૧,૧૨,૪૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી થરાદ પોલીસ

અહેવાલ : કમલેશ નાંભાણી

બોર્ડર રેન્જ આઇ.જી.પી શ્રી જે.આર.મોથલીયા સાહેબ* તથા  *પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ નાઓની જીલ્લામા દારૂની પ્રવૃતી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના મુજબ તથા વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી એસ.કે.વાળા સાહેબ* થરાદનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ થરાદ પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટર જે.બી.ચૌધરી તથા પોલીસ સ્ટાફના અ.હેડ.કોન્સ પ્રભુજી તથા અ.પો.કોન્સ રમેશભાઇ* વિગેરે પો.સ્ટાફ ના માણસો સાથે  ખોડા આઉટ પોસ્ટ વિસ્તા રમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકીકત આધારે *સ્વીફટ ડિઝાયર ગાડી નં.GJ-18-BB-2511* ની પકડી પાડી સ્વીફટ ગાડી ચેક કરતા ગાડીમાંથી *ભારતીય બનાવટની પરપ્રાંતિય દારૂની બોટલો નંગ- ૧૦૩૨ની કુલ કિ.રૂા.૧,૧૨,૪૦૦/- નો દારૂ તથા સ્વીફટ ગાડીની કિ.રૂા.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂા.૫૦૦/- એમ મળી કુલ મુદામાલ કિ.રૂા.૬,૧૨,૯૦૦/- નો મુદામાલ* રાખી હેરાફેરી કરતા *કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને* પકડી પાડી તથા સહ આરોપી (૧) મુન્નાભાઇ મુસ્લમાન રહે.સુરેન્દ્રનગર (૨) સજ્જનસીહ સ/ઓ ભેરૂસિહ ચૌહાણ રહે.બાવરલા તા.સાંચોર જિ.જાલોર રાજસ્થાન (૩) ભગવાનારામ વિરમારામ રહે.નેનાવા તા.ધાનેરા* વાળાઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..