Back

દિયોદર મુકામે રૂ.૧૧ કરોડના ખર્ચથી નવનિર્મિત ન્યાય સંકુલનું ગુજરાત હાઇકોર્ટના જજ ઉપાધ્યાયના હસ્તે લોકાર્પણ થયું |

દિયોદર મુકામે રૂ.૧૧ કરોડના ખર્ચથી નવનિર્મિત ન્યાય સંકુલનું ગુજરાત હાઇકોર્ટના જજશ્રી પરેશ ઉપાધ્યાયના હસ્તે લોકાર્પણ થયું   |  

બનાસકાંઠા જિલ્લાના દિયોદર મુકામે રૂ.૧૧ કરોડના ખર્ચથી નવનિર્મિત ન્યાય સંકુલનું ગુજરાત હાઇકોર્ટના જજશ્રી પરેશ ઉપાધ્યાયના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જજશ્રી ઉપાધ્યાયએ લોકોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આ ન્યાય સંકુલ બનવાથી અહીં ન્યાય મેળવવા આવતા આ વિસ્તારના ગામડાના અને છેવાડાના લોકોને સારી સુવિધા મળશે. આ અધતન બિલ્ડીંગ અને તેમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તેમણે તંત્રને અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પ્રિન્સીપલ જજશ્રી વિક્રમસિંઘ બી.ગોહિલે જણાવ્યું કે, દિયોદરમાં સરસ સુવિધા ધરાવતા અધતન ન્યાય સંકુલનું નિર્માણ થયું છે.

જેમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાતા ન્યાય મેળવવા આવતા અરજદારોને સારી સુવિધાઓ સગવડો પ્રાપ્‍ત થશે. નવા કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણ પ્રસંગે દિયોદર ધારાસભ્યશ્રી શિવાભાઇ ભૂરિયા, એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજશ્રી જે. એન. ઠક્કર, પ્રિન્સીપલ સિનિયર સીવીલ જજશ્રી આર.આર.મિસ્ત્રી, બાર એસોસિએશનના પ્રમુખશ્રીઓ, દિયોદર બાર એસોસિએશનના પ્રમુખશ્રી બી.એસ.વાઘેલા, પૂર્વ મંત્રીશ્રી કેશાજી ચૌહાણ, સરપંચશ્રી ગજેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્યશ્રી ગુમાનસિંહ વાઘેલા, પ્રાંત અધિકારીશ્રી એ.ડી.ચૌહાણ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી પંડ્યા સહિત અધિકારીઓ, જ્યુડીશિયલ સ્ટાફ, અગ્રણીઓ અને સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.