Back

ધાનેરા ખાતે શ્રી બજરંગ જીવદયા ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ઘાયલ પક્ષીઓની નો સારવાર સ્ટોર મૂકવામાં આવ્યો હતો

 રીપોર્ટર (કાળાભાઈ ચૌધરી)


ધાનેરામાં આજે ઉત્તરાયણ ના  તહેવાર નિમિત્તે શ્રી બજરંગ જીવદયા ટ્રસ્ટ દ્વારા ધાનેરા કારગીલ હોટલ ની સામે સ્ટોર રાખેલ હતો જેમાં શ્રી બજરંગ જીવ દયા ટ્રસ્ટ ના યુવાન મિત્રો દ્વારા પક્ષીઓને ઘાયલ પક્ષીઓને સારવાર આપવાનું કેન્દ્ર ચાલુ રાખવામાં આવ્યું હતું


શ્રી બજરંગ જીવ દયા ટ્રસ્ટ સતત ને સતત પક્ષીઓ ની સેવામાં તત્પર હોય છે જ્યારે ઉતરાયણના તહેવારમાં લોકો પોતપોતાના ઘરે ધાબા ઉપર પતંગ ચગાવતા હોય છે ત્યારે શ્રી બજરંગ જીવ દયા ટ્રસ્ટના સભ્યો દ્વારા આજે પક્ષીઓ પ્રત્યે એક લાગણીશીલ ભાવના દર્શાવી અને પક્ષીઓને બચાવવા નું કાર્ય કરી રહ્યા છે


 શ્રી બજરંગ જીવ દયા ટ્રસ્ટ 365 દિવસ પક્ષીઓની સેવા કરવા માટે પ્રયત્નશીલ છે તો જ્યારે આજ શ્રી બજરંગ જીવ દયા ટ્રસ્ટ ના સ્ટોર ઉપર ચારથી પાંચ ઘાયલ પક્ષીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી જેમાં મોટાભાગના કબૂતરોને પાંખ અને પગમાં ઇજાઓ  જોવા મળી હતી


ધાનેરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..